November 24, 2024

ભારતના દુશ્મનને પાકિસ્તાનની જનતાએ પણ ઓકાત બતાવી

pakistan elections 2024 talha saeed son of hafeez saeed lost lahore Na 122 seat

હાફિઝ સઇદ અને ઇન્સેટમાં તલ્હા સઇદ - ફાઇલ તસવીર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ રહી છે. ત્યારે જેલમાંથી ઇમરાન ખાન નવાઝ શરીફની પાર્ટીને ટક્કર આપી રહ્યા છે. ઇમરાનના હરીફ અપક્ષ ચૂંટણી લડે છે. ઇમરાનની પાર્ટી કેન્દ્રમાં સરકાર બનાવવાનો દાવો કરી ચૂકી છે. જો કે, પીએમએલએન-નવાઝ સૌથી આગળ ચાલી રહ્યા છે. આ દરમિયાન આતંકી હાફિઝ સઇદનો દીકરો દલ્હા સઇદ લાહોર એનએ-122 સીટ પરથી હારી ગયા છે. તલ્હા બહુ ખરાબ રીતે હાર્યો છે. તેને માત્ર 2042 વોટ મળ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ લતીફ ખોસાએ તેને હરાવ્યો છે. ખોસાએ એક લાખથી વધુ મતથી જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, તલ્હા સઇદને હાફિઝ સઇદનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. આતંકના સામ્રાજ્યને મોટું કરરવામાં તલ્હા તેના પિતાને સાથ આપે છે. ભારત સરકારે તલ્હાને પણ આતંકી જાહેર કર્યો છે. ભારતમાં કેટલાય હુમલાઓમાં તલ્હા સઇદની પણ કામગીરી હોવાનું જણાવ્યું છે.

આતંક ફેલાવવા માટે ફંડ એકત્ર કરવા મામલે પણ તલ્હા સઇદનું નામ આવે છે. ત્યાં પાકિસ્તાનમાં તેની ચૂંટણી લડવા મામલે પણ વિરોધ થયો હતો. જો કે, તલ્હાએ ચૂંટણી લડી હતી. પહેલા બતાવવામાં આવ્યું હતું કે, એ જ સીટ પરથી ઇમરાન ખાન ચૂંટણી લડે છે. જો કે, તેની ચૂંટણી લડવા મામલે કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે. ધરપકડ અને ત્રણ કેસમાં સજા મળવાને કારણે ઇમરાન ખાન ચૂંટણી નહીં લડી શકે. ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફ પણ બે સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે એક જ સીટ પર જીત હાંસલ કરી છે.