September 15, 2024

PM મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યાં

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. પેરિસ પેરાલિમ્પિક્સમાં તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે.  ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 15 મેડલ જીતી લીધા છે. જેમાં 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.

સુમિતનું અસાધારણ પ્રદર્શન
પુરુષોની જેવલિન F64માં સિલ્વર મેડલ જીતનાર સુમિત માટે, PM મોદીએ Instagram પર લખ્યું, “સુમિતનું અસાધારણ પ્રદર્શન! પુરુષોની જેવલિન F64 સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ તેને અભિનંદન! ભાવિ પ્રયાસો માટે.” શુભેચ્છાઓ.” શીતલ દેવી અને રાકેશ કુમારની તીરંદાજીની જોડી વિશે મોદીએ લખ્યું કે ટીમવર્ક જીત્યું! શીતલ દેવી અને રાકેશ કુમારને મિશ્ર ટીમ કમ્પાઉન્ડ ઓપન તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન.

આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ

તમામ એથ્લેટ્સને અભિનંદન
બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતનાર સુહાસ યથિરાજ માટે પીએમ મોદીએ લખ્યું, “સુહાસ યથિરાજે પેરાલિમ્પિક્સ 2024ની મેન્સ સિંગલ SL4 બેડમિન્ટન ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ જીતવો એ એક અદ્ભુત સિદ્ધિ છે! આ સિવાય પીએમ મોદીએ મોડલ જીતનાર તમામ એથ્લેટ્સને અભિનંદન પાઠવ્યા હતા. ગયા વર્ષમાં ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે કુલ 19 મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સામેલ હતા. અત્યાર સુધીમાં મેડલની સંખ્યા 15 છે.