November 26, 2024

બાંગ્લાદેશમાં ઈસ્કોન પર અત્યાચાર, PM મોદી પાસેથી મદદ માંગી

ISKCON: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હટાવ્યા બાદ હિન્દુ સમુદાયની હાલક ખૂબ કફોડી જોવા મળી રહી છે. હિંદુ સંસ્થાઓથી લઈને હિંદુ ઘરોને હિંસામાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે એક માહિતી સામે આવી છે. જેમાં ઈસ્કોનના અગ્રણી શ્રી ચિન્મય કૃષ્ણ દાસને ઢાકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેમની અટકાયત કરવામાં આવી હતી. ઇસ્કોને આ મામલે એક્સ પર ટ્વીટ કર્યું હતું અને ભારત પાસે મદદ માંગી હતી. જેમાં મોદીને ટેગ કરવામાં આવ્યા હતા અને વિદેશ મંત્રીને પણ ટેગ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ઉદયપુરના શાહી પરિવારમાં ચાલી રહેલો ધૂણી દર્શન વિવાદ શું છે?

આતંકવાદનો આરોપ અપમાનજનક છે
શ્રી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ઇસ્કોન તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું કે અમને ચિંતાજનક સમાચાર મળ્યા છે કે ઇસ્કોન બાંગ્લાદેશના અગ્રણી નેતાઓમાંના એક શ્રી ચિન્મય કૃષ્ણ દાસની ઢાકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઇસ્કોન વિશ્વમાં ક્યાંય પણ કામ કરતું નથી. તેને આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી. ઈસ્કોન સંસ્થા તરફથી આ મામલે ભારત સરકાર પાસેથી મદદ માંગી હતી. લખ્યું કે ઈસ્કોન ભારત સરકારને તાત્કાલિક પગલાં લેવા અને બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરવા વિનંતી કરે છે.