May 20, 2024

પરથમ ગામે ફરીથી થશે મતદાન, બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચનો નિર્ણય

Gandhinagar: દાહોદમાં લોકસભા બેઠકમાં બિહારવાળી થઈ હતી. મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. જોકે આ ઘટના બાદ ચૂંટણી પંચે આ મામલે મોટો નિર્ણય લીધો છે અને પરથ ગામમાં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. જેમાં 11 મે ના રોજ શનિવારે પરથ ગામે મતદાન યોજાશે.

ખરેખરમાં વિજય ભાભોરે સાથે અન્ય લોકો સાથે મળીને બીજેપી ઉમેદવાર માટે બોગસ વોટિંગ કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો પણ કહ્યા હતા. કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખોફ જ હોય તેમ બીજેપી નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. જે બાદ પોતે જ લાઈવમાં આ બતાવ્યું હતું. ત્યાર બાદ વીડિયો વાયરલ થતાની સાથે વિજય ભાભોરે સોશિયલ મીડિયા પરથી ડિલિટ કર્યો હતો.

આ પણ વાંચો: પંચમહાલ ખાતે NEET પરીક્ષાનું મસમોટું કૌભાંડ, ગુજરાતના રાજકારણમાં ગરમાવો

આ ઘટના બાદ દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી હતી. કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી હતી. સોશીયલ મીડિયા પર બુથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ આવ્યો હતો. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. સ્થાનિક રિટનીગ ઓફિસર તપાસ કરીને સમગ્ર રિપોર્ટ ઇલેક્શન કમિશનને જમા કરાવે તેવા આદેશ આપવામાં આવ્યા છે.