May 9, 2024

પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડીએ ટીમ છોડી

IPL 2024: ગઈ કાલની મેચમાં પંજાબની ટીમની જીત થઈ હતી. ત્યારે આજે પંજાબની ટીમને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે. પંજાબ કિંગ્સ ટીમનો ભાગ બનેલા ઓલરાઉન્ડર સિકંદર રઝાએ KKR સામેની મેચ બાદ IPLની 17મી સિઝનમાં ટીમ છોડી દીધી છે. હવે આવનારી મેચ 3 મેથી યોજાનારી T20 શ્રેણીમાં રમતા જોવા મળશે.

ઐતિહાસિક જીત નોંધાવી
પંજાબ કિંગ્સ અને કોલકાતાની ટીમનો આમનો સામનો ગઈ કાલે થયો હતો. જેમાં પંજાબની ટીમે ઐતિહાસિક જીત મેળવી હતી. આ મેચની જીતની ખુશી હજૂ દરેક ખેલાડી માણી રહ્યા હતા ત્યાં આજે પંજાબની ટીમના સિકંદર રઝાએ ટીમને છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે આ વખતે ઝિમ્બાબ્વેની ટીમ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરવામાં સફળ રહી નથી. તેમના જવાથી ટીમને મોટો ફટકો જરૂર પડશે.

મેચમાં રમવાની તક મળી
IPLની 17મી સીઝનમાં પંજાબ કિંગ્સની ટીમમાં ઘણી પરિસ્થિતિ જોવા મળી હતી. પંજાબની ટીમ માટે 2 વખત મેચ રમતો જોવા મળ્યો હતો સિકંદર રઝા. તેણે 21.50ની એવરેજથી કુલ 43 રન બનાવ્યા હતા. સિકંદર રઝાએ ટ્વીટ કરીને IPLની આ સિઝન અધવચ્ચે જ છોડવાની માહિતી આપી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે અમે ચોક્કસપણે ફરીથી મળીશું. સિકંદરે વર્ષ 2023ની સીઝનમાં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે 7 મેચમાં 139 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: KKR vs PBKS: કોલકાતાના ઓપનિંગ બેટ્સમેનોએ બનાવ્યો ખાસ રેકોર્ડ

આશા જીવંત રાખી
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સની ટીમે 262 રનનો સફળતાપૂર્વક પીછો કર્યો, જે T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ છે. આ મેચ જીતીને પંજાબ કિંગ્સે પણ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. પંજાબની ટીમ હાલમાં IPL 2024ના પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે છે, જેમાં તેણે 9 મેચમાંથી 3 મેચ જીતી છે જ્યારે 6માં હારનો સામનો કરવો પડ્યો છે.