July 4, 2024

T20 વર્લ્ડ કપ 2024માં ખેલાડીઓની સુરક્ષાને લઈ સવાલો ઉદ્ભવ્યા

T20 world cup 2024: ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટીના મેદાનની પીચ ખુબ ખરાબ જોવા મળી રહી છે. ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. હવે ભારતની મેચ 9 તારીખે રમાવાની છે આ મેદાનમાં. આ મેદાન પર કોઈ પણ ખેલાડીને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

પિચ ખુબ ખરાબ
અમેરિકાના નાસાઉ કાઉન્ટી મેદાન ખેલાડીઓ માટે ખરાબ સાબિત થઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ આ મેદાન પર છે. જેના કારણે કોઈ પણ ખેલાડીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય ટીમ અને આયર્લેન્ડની ટીમની વચ્ચે મેચ હતી ત્યારે આ સમસ્યા ચોક્કસ જોવા મળી હતી. અમેરિકાના ન્યુયોર્કમાં નાસાઉ કાઉન્ટીના મેદાનમાં T20 world cup 2024ની મેચ રમાઈ રહી છે. ભારતની ટીમ અહિંયા પોતાની ત્રણ બેક ટુ બેક મેચ રમવાની છે. પરંતુ અહિંયાની પિચ ખુબ ખરાબ જોવા મળી રહી છે. કોઈ એક ટીમ નહીં પરંતુ બંને ટીમને પરેશાની થઈ રહી છે. જોકે અત્યાર સુધીમાં કોઈ પણ ટીમે ICCને કોઈ ફરિયાદ કરી નથી.

આ પણ વાંચો: જસપ્રિત બુમરાહ આવું કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો

નારાજગી વ્યક્ત કરી
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ પીચને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ટીમને જીત તો મળી પરંતુ આ પિચએ બંને ટીમને પરેશાન કરી દીધા હતા. જોકે અત્યાર સુધીમાં કોઈ ટીમે ફરિયાદ કરી નથી. આ મેદાન પર કુલ ચાર પિચ છે. અત્યાર સુધીમાં 2 મેચ અહિંયા રમાઈ ગઈ છે અને હજૂ પણ 2 મેચ બાકી છે. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે આ નાની ઈજા થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે મને લાગે છે કે પિચ હજુ સ્થિર નથી થઈ અને બોલરોને ઘણી મદદ કરી રહી છે.