રાધનપુરના લોકો પ્રાથમિક સુવિધા માટે કરગરી રહ્યા છે, તંત્રના આંખ આડા કાન
Radhanpur: રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3 અને 6 માં આવેલા અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર પીવાનું પાણી તેમજ સ્વચ્છતા થતી ન હોવાને કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અનેકવારની રજૂઆતો કરવા છતાં આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં ચૂંટાયેલા સદસ્યો તેમજ નગરપાલિકાના અધિકારીઓ નિષ્ફળ નીકળ્યા છે. ત્યારે આગામી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય વિસ્તારના લોકોએ કર્યો છે.
આ પણ વાંચો: IND vs ENG ની મેચની ટિકિટ માટે થઈ ભાગદોડ, અનેક બેહોશ
આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું નથી
રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3 અને 6 આવેલા નાગોરી વાસ વઢીયાર ગોડાઉન, વાલ્મિકી વાસ તેમજ જુના કલાલખાના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. અહીં ખુલ્લી ગટરો નું દૂષિત અને ગંદુ પાણી માર્ગો ઉપર રેલાય છે. આવા દુષિત અને ગંદા પાણીમાંથી વિસ્તારના લોકો અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. પાણીએ જીવન જરૂરિયાતની વસ્તુ છે. તેમ છતાં અહીંયા પીવાનું પાણી સમયસર આવતું નથી. જેથી લોકોને પૈસા ખર્ચીને પાણી મંગાવું પડે છે. તો નગરપાલિકા દ્વારા અહીંયા સ્વચ્છતા પણ નિયમિત રીતે કરવામાં આવતી નથી. અનેકવારની રજૂઆતો કરવા છતાં આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું નથી તેથી આગામી નગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારના લોકોએ મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે.