ટીમ ઈન્ડિયામાં ફરી રાહુલ દ્રવિડની એન્ટ્રી?

Rahul Dravid: ભારતીય ટીમે રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ 2024નો T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જતવાની સાથે જ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પુર્ણ થઈ ગયો હતો. હવે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમે કદાચ ચોંકી જશો.

વીડિયો થયો વાયરલ
રાહુલ દ્રવિડનો કાર્યકાળ પુર્ણ થયા પછી રાહુલનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ, કોહલી અને પંત રાહુલ સાથે ઘણી લાંબી વાત કરી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગે છે કે શું રાહુલ ફરી ટીમ ઈન્ડિયામાં જોડાશે? પરંતુ તમને જણાવી દઈએ કે એવું નથી. રાહુલ ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે તેને લઈને હાલ કોઈ સમાચાર નથી. જેના કારણે એ કહેવું અત્યારે ખોટું પડશે કે રાહુલ ટીમ ઈન્ડિયા સાથે જોડાવાનો છે.

ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાશે. આ મેચનું આયોજન 16 થી 20 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. આ મેચનું આયોજન બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. 24 થી 28 ઓક્ટોબર દરમિયાન આ મેચ રમાશે. છેલ્લી ટેસ્ટ 01 થી 05 નવેમ્બર દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.