November 22, 2024

Builder of Nation Award: બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ વિલા રાજકોટ અને સૌરાષ્ટ્રના વિજેતા કોણ?

Awardee - Pritesh Pipaliya/Maulik Bhalodia, directors-The One World Group

રાજકોટઃ શહેરમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ એવોર્ડની ‘બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ વિલા’ની કેટેગરીમાં રાજકોટમાં The One World Group અને સૌરાષ્ટ્રમાં Times Square Properties વિજેતા બન્યા છે.

બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ વિલા – રાજકોટ

Project – Madhuban Villa
Awardee – Pritesh Pipaliya/Maulik Bhalodia, directors-The One World Group

54 બંગ્લોઝની True Royal Living વિલા સ્કીમ એટલે મધુબન વિલા સંબંધોની મીઠાશનું સરનામું એટલે મધુબન વિલા. 4 BHKની આ બંગ્લો સ્કીમમાં કાર માટે પૂરતી પાર્કિંગ સ્પેસ છે. આ પ્રોજેકટની ખાસિયત એ છે કે તેનું એલિવેશન યુરોપિયન સ્ટાઇલનું છે. 80 ફીટ રોડથી નજીક આવેલો આ પ્રોજેકટ શહેરની સાથે સારી કનેકિટવિટી ધરાવે છે.

બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ વિલા – સૌરાષ્ટ્ર

Project – The Villa
Location – Bhuj
Awardee – Om Mehta, CEO-Times Square Properties

આ પ્રોજેક્ટ કચ્છના ઐતિહાસિક શહેર ભૂજમાં આવેલો છે. ડેવલપર આ પ્રોજેકટને એક self contained luxury estate તરીકે ઓફર કરી રહ્યા છે. દરેક વિલામાં પ્રાઇવેટ ગાર્ડન અને સ્વિમિંગ પૂલ છે. આ પ્રોજેકટમાં કોઇજ કમ્યુનિટી એરિયા નથી કે કોઇ shared resources નથી. કારણ કે અહીં દરેકને પોતાની આગવી સુવિધા આપવામાં આવી છે. દરેક પ્લોટને મેમ્બરની ઇચ્છા મુજબ ડેવલપ કરવામાં આવશે.