May 9, 2024

ગાંધીનગર મનપા બનશે કોંગ્રેસ મુક્ત, કોંગ્રેસના બે કોર્પોરેટરે આપ્યું રાજીનામું

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં રાજીનામનો દોર યથાવત છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ યથાવત છે. અમરેલીના બાબરાની પાલિકા કોંગ્રેસ મુક્ત બની ગયા બાદ હવે ગાંધીનગર મનપા પણ કોંગ્રેસ મુક્ત બની ગઇ છે. ગાંધીનગર મનપાના બે કોંગ્રેસના કોર્પોરેટરે કોંગ્રેસમાથી રાજીનામું આપી દીધુ છે. હવે ગાંધીનગર મનપામાં કોંગ્રેસના કોઇ પ્રતિનિધિ બચ્યા નથી.

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામા આપવાનો સિલસિલો યથાવત છે. આજે ગાંધીનગરમાં કોગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્ર સિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધુ છે. આ બંને કોર્પોરેટર આવતાકાલે ભાજપમાં જોડાઇ શકે છે. ત્યાં જ અંકિત બારોટ અને ગજેન્દ્ર સિંહ વાઘેલાના રાજીનામા બાદ હવે ગાંધીનગર મનપામાં કોંગ્રેસના કોઇ પ્રતિનિધિ બચ્યા નથી. જો અંકિત બારોટ અને ગજેન્દ્ર સિંહ વાઘેલા બન્ને ભાજપમાં જોડાશે તો ગાંધીનગર મનપા પણ કોંગ્રેસ મુક્ત બનશે.

આ પણ વાંચો: અમરેલીના બાબરા ખાતે I.N.D.I.A ગઠબંધનમાં ભંગાણ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર મનપના બંન્ને કાઉન્સિલર અંકિત બારોટ અને ગજેન્દ્ર સિંહ વાઘેલાએ આજે બપોરે કોંગ્રેસ પાર્ટીને પોતાનું રાજીનામું આપી દીધુ છે. તેઓ આવતીકાલે ભાજપમા જોડાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, બાબરા પાલિકાના માત્ર 2 કોંગ્રેસ સદસ્યો આજે ભાજપમાં ભળી જતાં કોંગ્રેસ મુક્ત બાબરા પાલિકા બની ગઈ હતી.

તમને જણાવી દઇએ કે, ન્યૂઝ કેપિટલ દ્વારા પહેલાથી જ આ બંને કોંગી કોર્પોરેટરોના રાજીનામાને લઇ જાણકારી આપી દેવામાં આવી હતી. આજે અંકિત બારોટ અને ગજેન્દ્ર સિંહ વાઘેલાના રાજીનામા સાથે જ ન્યૂઝ કેપિટલની ખબર પર મહોર વાગી ગઇ છે.