November 21, 2024

ધરપકડથી બચવા સાહિલ ખાન 4 દિવસમાં 1800 કિલોમીટર ફર્યો

અમદાવાદ: મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ધરપકડથી બચવા અભિનેતા સાહિલ ખાને ચાર દિવસમાં પાંચ રાજ્યોમાં લગભગ 1,800 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જોકે, શનિવારે પોલીસે તેને છત્તીસગઢના જગદલપુરમાં પકડી લીધો હતો. કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ ખાને 25 એપ્રિલે મુંબઈ છોડી ગયા હતા. આ દરમિયાન તે ગોવા, કર્ણાટકના હુબલી અને હૈદરાબાદ પહોંચ્યો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે બીજા વેશ ધારણ કર્યો અને સામાન્ય કપડાં પહેર્યા. જો કે, જ્યારે તે હૈદરાબાદમાં હતો ત્યારે પોલીસ તેનું લોકેશન ટ્રેક કરવામાં સફળ રહી હતી. જે બાદ અભિનેતા ઉતાવળમાં છત્તીસગઢ ભાગી ગયો હતો.

‘સ્ટાઈલ’ અને ‘એક્સક્યુઝ મી’ જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતા સાહિલ ખાને રાત્રે માઓવાદી વિસ્તારમાંથી મુસાફરી કરવાનું પસંદ કર્યું અને ડ્રાઈવરને આ રસ્તાઓ પર વાહન ચલાવવાની ફરજ પાડી. પોલીસે ખાનને જગદલપુરની આરાધ્યા ઈન્ટરનેશનલ હોટલમાંથી કસ્ટડીમાં લીધો હતો. ખાનને મુંબઈ લાવવામાં આવી ધરપકડ કરવામાં આવી. એ બાદ દાદરની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે રવિવારે મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા સાહિલ ખાનની પોલીસ કસ્ટડી 1 મે સુધી વધારી દીધી છે.

આ પણ વાંચો: ગોળી ચલાવનારને વોટ આપશો કે રામ મંદિર બનાવનારને…- અમિત શાહ

મહાદેવ સટ્ટાબાજીની એપમાં સાહિલની ભૂમિકા
મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં સાહિલ ખાન પર પ્રમોટર તરીકે એપને અન્ય વેબસાઈટ પર પ્રમોટ કરવાનો આરોપ છે. આ ઉપરાંત તેના પર લાયન બુક અને લોટસ 24*7 જેવી સટ્ટાબાજીની એપ્સને પ્રમોટ કરવાનો પણ આરોપ છે. જે મહાદેવ એપ સાથે જોડાયેલ છે. સાહિલ ખાનને ડિસેમ્બર 2023માં મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અન્ય ત્રણ સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ખાને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેનો જુગારના પ્લેટફોર્મ સાથે સીધો સંબંધ નથી.

મુંબઈ પોલીસ અને એસઆઈટીએ એપ સંબંધિત કેસમાં સાહિલની પૂછપરછ કરી. એ બાદ જ્યારે સાહિલે આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો ત્યારે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી.

SIT હવે કેટલીક મોટી નાણાકીય અને રિયલ એસ્ટેટ કંપનીઓ કરોડની મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સ વચ્ચેના ગેરકાયદેસર વ્યવહારોની તપાસ કરી રહી છે. તેમજ સાહિલના તમામ મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.