March 19, 2025

સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત આવશે, વતન ઝુલાસણમાં આનંદનો માહોલ

ઝુલાસણ, કડી: સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત આવશે જેને લઈ સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં આનંદનો માહોલ છવાયો છે. ગ્રામજનો દ્વારા રામધૂન અને પ્રાર્થનાનું આયોજન કરાયું છે. પાછા ફરવાની તારીખ 19 માર્ચે નક્કી થતાં ગ્રામજનોમાં આનંદનો માહોલ છવાયો છે. સુનિતા વિલિયમ્સ સલામત રીતે પરત આવે તે માટે પ્રાર્થના શરૂ કરી છે. અનુપમ પ્રાથમિક શાળા ઝુલાસણ ખાતે રામધૂનનું આયોજન કરાયું છે. તેમજ ઝુલાસણના દોલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત ચાલુ રખાઈ છે.

નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાના સમાચાર પર ભારત સહિત સમગ્ર વિશ્વ નજર રાખી રહ્યું છે. સુનિતા વિલિયમ્સ અને તેના ક્રૂમેટ્સ 9 મહિનાથી વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાયેલા છે. હવે બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે.