ડોલવણ તાલુકા પંચાયતના TDOને ACBએ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો
દિપેશ માંજલપુરીયા તાપી: ડોલવણ તાલુકા પંચાયતના TDO લાંચ લેતા ઝડપાયા છે. ACBએ છટકુ ગોઠવી TDOને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. વી.એન ડોડીયાને TDO કચેરીમાંથી 12 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ જાહેર શૌચાયાલ તથા ATVT યોજના હેઠળ પાણીના કામ કરેલ જેના 6 લાખના બિલ પર સહી કરવા લાંચ માગી હતી.