July 2, 2024

આજની મેચમાં વરસાદ પડશે તો આ ટીમને થશે ફાયદો

T20 World Cup 2024: ચાહકોને T20 વર્લ્ડ કપ 2024માં દરરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. હવે તમામ ટીમો સુપર-8 માટે ક્વોલિફાય થવા માટે સખત પ્રયત્ન કરી રહી છે. જોકે ગ્રુપ-Aમાંથી ભારતીય ટીમે સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જો આજની મેચમાં વરસાદ પડશે તો પાકિસ્તાનું સપનું તૂટી જશે. આવો જાણીએ કેવી રીતે.

આજની મેચ પર વરસાદનું જોખમ
અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે આજે મેચ રમાવાની છે. ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે 8 વાગ્યાથી મેચ રમાશે. આ મેચ દરમિયાન મેચનો ખતરો જોવા મળી રહ્યો છે. Accuweatherએ આપેલી માહિતી પ્રમાણે આજના દિવસે વરસાદ પડવાની સંભાવના 88 ટકા છે. દિવસ દરમિયાન આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જો આજની મેચમાં વરસાદ આવશે અને મેચ રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે.

પાકિસ્તાન માટે મોટું સંકટ
આ વખતની સીઝનમાં પાકિસ્તાની ટીમનું કોઈ સારૂ પ્રદર્શન જોવા મળી રહ્યું નથી. પાકિસ્તાનની ટીમને શરૂઆતની મેચમાં યુએસએ સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાકિસ્તાનની ટીમને છેલ્લી મેચ આયર્લેન્ડ સામે રમાવાની છે. પરંતુ જો આજની મેચ રદ્દ થશે તો પાકિસ્તાની ટીમનું સુપર-8 માટે ક્વોલિફાય થવાનું સપનું ચકનાચૂર થઈ જશે. કારણ કે પાકિસ્તાની ટીમ તેની છેલ્લી મેચ જીતીને પણ માત્ર ચાર પોઈન્ટ સુધી જ પહોંચવામાં સફળ રહેશે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની જીત થતા પાકિસ્તાનની ટીમ ખુશ, જાણો કેમ?

પાકિસ્તાનની આશા અકબંધ
સુપર-8માં પહોંચવા માટે પાકિસ્તાની ટીમે તેની છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જેના માટે તેના પાકિસ્તાનની ટીમ પુરો પ્રયત્ન કરશે. પાકિસ્તાનની ટીમ આજે પ્રાર્થના કરશે કે આ મેચ દરમિયાન વરસાદ ના પડે. જેના કારણે આ રીતે અમેરિકા પાસે માત્ર ચાર પોઈન્ટ બચશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની ટીમનો નેટ રન રેટ અમેરિકા કરતા વધારે છે.