May 21, 2024

ટીમ ઈન્ડિયાને ખુબ જ જલ્દી મળી શકે છે નવા હેડ કોચ, જય શાહે કર્યો ખુલાસો

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ જૂનના મહિનામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ માટે તૈયાર છે. આ ટૂર્નામેન્ટ માટે ભારતય સ્ક્વોડની પણ જાહેરાત કરી દેવમાં આવી છે. આ દરમિયાન એક અપડેટ સામે આવ્યું છે. જેમાં બીસીસીઆઇ સચિવ જય શાહે આ વાતની જાણકારી આપી છે કે, ટીમ ઈન્ડિયાને જૂન બાદ નવા હેડ કોચ મળી શકે છે. બુધવારે મુંબઇમાં જય શાહે ખુલાસો કર્યો છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ખુબ જ જલ્દી એક નવા કોચ માટે જાહેરાત આપશે. ખરેખર હાલમાં રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે પરંતુ તેમનો કાર્યકાળ જૂન સુધીનો જ છે. આવામાં ટીમ ઈન્ડિયા અત્યારથી જ હેડ કોચની શોધમાં લાગી ગઇ છે. જેથી સમસયર કોઇની આ પદ માટે પસંદગી કરી શકાય.

ભારતને મળી શકે છે નવા હેડ કોચ
બીસીસીઆઇ સચિવે કહ્યું કે, રાહુલનો કાર્યકાળ જૂન સુધીનો જ છે. માટે જો તેઓ આવેદન કરવા માગે છે તો તેઓ આવું કરવા માટે સ્વતંત્ર છે. કોચિંગ સ્ટાફના અન્ય સદસ્યો, જેમ કે બેટ્સમેન, બોલર અને ફિલ્ડીંગ કોચની પસંદગી નવા કોચની પસંદગી બાદ કરવલામાં આવશે. જોકે શાહે વિદેશી કોચની સંભાવનાને પણ નકારી નથી અને આ મુદ્દાને લઇ કોઇ ખાસ જવાબ આપ્યો નથી. બીસીસીઆઇ અધિકારીએ કહ્યું કે, આપણે તેવું નક્કી કરી શકીએ નહીં કે કોચ ભારતીય હશે કે વિદેશી. આ સીએસી પર નિર્ભર કરશે અને આપણે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છીએ.

આ પણ વાંચો: ઈંટનો જવાબ પથ્થરથી કેવી રીતે આપવો, તે વિરાટ કોહલી પાસેથી શીખવું જોઈએ

તેમણે સંકેત આપ્યો કે, અલગ-અલગ ફોર્મેટ માટે બોર્ડની અલગ-અલગ કોચો પર વિચાર કરવાની સંભાવના નથી. આ ફોર્મુલા ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને અહીંયા સુધી કે પાકિસ્તાન જેવા બોર્ડો દ્વારા અનુસરવામાં આવી છે. શાહે પુષ્ટિ કરી કે નવાં કોચને લાંબી અવધિ માટે નિયુક્ત કરવામાં આવશે અને તે શરૂઆતના ત્રણ વર્ષના સમય માટે કામ કરશે.

ઈમ્પેક્ટ પ્લેયર નિયમ પર શાહનું નિવેદન
શાહે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમને યથાવત રાખવા પર પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, તેના પર ફેંસલો કેપ્ટનો અને કોચો સાથે પરામર્શ બાદ કરવામાં આવશે. જોકે તેમણે તે નિયમના મહત્ત્વ પર જોર આપ્યું, જે બે વધુના ભારતીય ખેલાડીઓને આઇપીએલ ટીમની પ્લેઈંગ 11માં રહેવાની અનુમતિ આપે છે. તેમને જ્યારે તેવું કહેવામાં આવ્યું કે આ નિયમથી ઓલરાઉન્ડરોને નુક્સાન થઇ શકે છે તો તેમણે જોર આપીને કહ્યું કે, આથી બે નવા ભારતીય ખેલાડીઓને આઇપીએલમાં તક મળી રહી છે. તેમણે કહ્યું કે, અમે ઈમ્પેક્ટ પ્લેયર નિયમને યથાવત રાખવાના નિર્ણય લેતા પહેલા તમામ ફ્રેંચાઇઝીઓ સાથે ચર્ચા કરીશું. આ સ્થાઇ નથી પરંતુ કોઇએ પણ નિયમ વિરૂદ્ધ પ્રતિક્રિયા આપી નથી.