May 20, 2024

IPL 2024નું સમગ્ર શેડ્યૂલ જાહેર!

IPL 2024ના સમગ્ર શેડ્યૂલ જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા 21 મેચની જાહેરાત કરવામાં આવી હતી. હવે બીજા તબક્કાનું શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને તમામ બીજા તબક્કાનું શેડ્યૂલને બનાવવામાં આવ્યું છે.

બીજો તબક્કો 22 માર્ચથી શરૂ થશે
IPL 2024ના બીજા તબક્કામાં પહેલી મેચ CSK અને KKRની વચ્ચે રમાશે. આ વખતની લીગની 2 મેચ ધર્મશાલામાં મેદાનમાં રમાશે. 5 મેના .ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે પંજાબ કિંગ્સ ટકરાશે. 15 મેના રોજ પંજાબ કિંગ્સ અને 19 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી 24 મેના બીજી ક્વોલિફાયર ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 24 મેના રોજ રમાશે.

આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સમાં આ નવા ખેલાડીની એન્ટ્રી, જાણો તમામ માહિતી

દરેકની નજર મેચ પર
MI અને CSK ટીમો વચ્ચેની મેચ 14 એપ્રિલેના વાનખેડે સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લી ઘરેલું મેચ રાજસ્થાન રોયલ્સ સામે 12મી મેના રોજ રમાવાની છે. 10 મેના CSK અને ગુજરાત ટાઇટન્સની ટીમ 10 મેના રોજ અમદાવાદમાં જ સામસામે ટકરાશે. જોકે મહત્વની વાત એ છે કે એક બાજૂ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજૂ IPL 2024ની બીજા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. મેચને લોકસભાની ચૂંટણીના ટાઈમટેબલને જોઈને IPL 2024ની બીજા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે.