આ લોકો લીંબુ પાણીથી રહે દૂર, થઈ શકે છે વધુ બીમાર
Lemon Water: ગરમીની ઋતુ આવી ગઈ છે. આ સાથે જ લોકો ડિહાઈડ્રેશનનો શિકાન ના બને એ માટે લીબું પાણીનું સેવન કરતા હોય છે. ગરમીથી બચવા ઉપરાંત મોટા ભાગના લોકો લીંબુ પાણીનું સેવનું વજન ઘટાડવા માટે પણ કરે છે. લીંબુ શરીર માટે ખુબ જ ઉપયોગી છે, પરંતુ કેટલાક લોકોને લીંબુના કારણે સમસ્યાઓ પણ થઈ શકે છે. વધુ પ્રમાણમાં લીંબુના સેવનના કારણે હેલ્થને નુકસાન પણ થઈ શકે છે. લીંબુમાં વિટામીન સી, જિંક અને ફોલિક એસિડ મળે છે. જે આપણી ઈમ્યુનિટીને મજબુત બનાવે છે.
દાંતને નુકસાન
રોજ લીંબુ પાણી પીવાના કારણે દાંતોને નુકસાન થાય છે. લીંબુમાં સિટ્રિક એસિડનું પ્રમાણ વધારે છે. એવામાં તમારા દાંતમાં સેસ્ટિવિટીની સમસ્યા થઈ શકે છે. વધારે પ્રમાણમાં લીંબુ પાણી પીવાના કારણે કેઈનેમલથી પણ પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચો: કચ્છમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
એસિડિટી થવી
જે લોકો પહેલાથી જ ગેસ અને એસિડિટીની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તેમણે લીંબુ પાણીથી બચવું જોઈએ. લીંબુમાં રહેલા સિટ્રિક એસિડના કારણે ગેસની સમસ્યામાં વધારો થાય છે. જેમને પણ એસિડિટીની સમસ્યા હોય છે. તેમણે ખાલી પેટ લીંબુ પાણી પીવું ના જોઈએ.
કિડની પર અસર
જો કોઈને કિડનીથી જોડાયેલી કોઈ સમસ્યા છે તો તેમણે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી બચવું જોઈએ. તેના કારણે તમારી કિડનીમાં વધારે દબાણ આવે છે. આથી ધ્યાન રાખો કે ક્રોનિક કિડનીની બીમારીથી પીડાતા લોકોએ ખાલી પેટ લીંબુ પાણી ના પીવું જોઈએ. આ ઉપરાંત વધારે પ્રમાણમાં લીંબુ પાણી પીવાના કારણે માથામાં દુખાવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. લીંબુમાં રહેલું ટાયરામિન નામનું અમીનો એસિડ બ્લડને બહું જલ્દી મગજ સુધી પહોંચાડે છે. જેના કારણે માઈગ્રેનની સમસ્યાઓ થઈ શકે છે.