May 17, 2024

IPL2024: ઈન્ડિયન જ નહીં વિદેશી ખેલાડીઓએ પણ ચેમ્પિયન ટ્રોફી અપાવી

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સીઝન શરૂ થવાને હવે કલાક ગણાઈ રહ્યા છે. કુલ 10 ટીમના 10 કપ્તાન લીગ ટાઈટલ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. જે ક્રિકેટ પ્રેમીઓને રોમાંચના મહાસાગરમાં ડૂબકી મારવા મજબૂર કરશે. અત્યાર સુધી 10 ટીમમાંથી માત્ર છ ટીમ જ IPL ટાઈટલ જીતી શકી છે. હવે જોવાનું એ રહે છે કે શું આ વખતે ટાઇટલથી દૂર રહેલી દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સની કિસ્મત બદલાશે કે પછી ટ્રોફી જૂના વિજેતાઓમાંથી એકના હાથમાં જશે. જોકે, મુંબઈ અને દિલ્હીને આ વખતેની સીઝનના સૌથી વધારે દાવેદાર માનવામાં આવે છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, માત્ર ભારતીય કેપ્ટને જ નહીં વિદેશના ખેલાડીઓએ પણ ટ્રોફી જીતાડી છે.

 જીતી ચૂક્યા છે
અત્યાર સુધી માત્ર ભારતીય અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન જ IPL જીતી શક્યા છે. મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પાંચ-પાંચ વખત ટાઈટલ જીતી ચૂક્યા છે. ગૌતમ ગંભીરે KKRને બે વખત IPL જીતાડ્યું છે. હાર્દિક પંડ્યાએ એક વખત ગુજરાતને ખિતાબ અપાવ્યો છે. આ ખિતાબ જીતનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટનોમાં શેન વોર્ન (રાજસ્થાન રોયલ્સ, 2008), એડમ ગિલક્રિસ્ટ (ડેક્કન ચાર્જર્સ, 2009), ડેવિડ વોર્નર (સનરેઝ હૈદરાબાદ, 2017)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: IPL 2024: આજથી શરૂ થશે ક્રિકેટનો ‘મહાસંગ્રામ’

હવે નજર આમના પર
IPLની શરૂઆત પહેલા જ ચાર ક્રિકેટર ચર્ચાના કેન્દ્રમાં છે – મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંત. IPLના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દેનાર ધોનીની નિવૃત્તિ અંગેની ક્યારેય ન સમાપ્ત થતી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ વખતે વિરાટ કોહલી પર અપેક્ષાઓનું લેવલ વધારી દીધું છે. જોકે, ઘણા ક્રિકેટપ્રેમી હવે તેને એક એક્સપર્ટ તરીકે જોવા માગે છે. છેલ્લા 16 વર્ષથી RCB ખિતાબ જીતી શકી નથી. તેની મહિલા ટીમે WPL ટાઈટલ જીતીને વિરાટ પાસેથી ટાઈટલની આશા વધુ મજબૂત કરી છે. મુંબઈને પાંચ ટાઈટલ અપાવ્યા બાદ છેલ્લી ત્રણ સિઝનમાં ખાલી હાથે રહેવાના કારણે કેપ્ટનશિપ ગુમાવનાર ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા આ વખતે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં કરિશ્મા બતાવવામાં કોઈ કસર છોડશે નહીં. જોકે, હાર્દિક પંડયા કેપ્ટન તરીકે હજું પણ ફાઈનલ ન હોવાની ચર્ચા છે. માર્ગ અકસ્માતમાંથી સાજા થયા બાદ પુનર્જન્મ લેનાર ઋષભ પંત માટે આ ટૂર્નામેન્ટ તેનું ડેબ્યૂ કરશે.

IPLએ ઘણા સ્ટાર્સને આપ્યા
ઈતિહાસ સાક્ષી છે, આઈપીએલે રાતોરાત સ્ટાર્સને આપ્યા છે. પછી તે જસપ્રીત બુમરાહ હોય, રિંકુ સિંહ હોય, રવિ બિશ્નોઈ હોય કે પછી યુઝવેન્દ્ર ચહલ. આ આઈપીએલમાં કયો નવો સ્ટાર ચમકે છે તે જોવું રહ્યું. આ વખતે IPL ટાઇટલની સાથે T20 વર્લ્ડ કપની ટીમની પસંદગી પણ દાવ પર લાગેલી છે, તેથી આ લીગ દ્વારા નવા ક્રિકેટરની કિસ્મત પણ ખુલી શકે છે. જોકે, પસંદગી માટે લડી રહેલા ક્રિકેટરો પસંદગીકારોને વિશ્વાસમાં લેવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે.

મુંબઈ ફરી ખિતાબ માટે દાવેદાર
CSK અને મુંબઈ ઈન્ડિયન્સ પાંચ-પાંચ ટાઈટલ સાથે IPLની સર્વશ્રેષ્ઠ ટીમો છે. ખરા અર્થમાં આ વખતે પણ આ બંને ટીમો ખિતાબની પ્રબળ દાવેદાર છે. સીએસકેને રૂતુરાજ ગાયકવાડના રૂપમાં નવો કેપ્ટન મળ્યો છે, પરંતુ તેને અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીનો ટેકો મળશે. ન્યુઝીલેન્ડના યુવા ખેલાડી રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ તેમની તાકાત હશે. મુંબઈને પણ હાર્દિકના રૂપમાં નવો કેપ્ટન મળશે હાલ તો એવું નક્કી છે. પરંતુ રોહિત બેટ્સમેન તરીકે છાપ છોડવામાં કોઈ કસર છોડશે નહીં. સ્મૃતિ મંધાના આરસીબીના સૂત્ર ‘એ સાલા કપ નામ દે’ (આ વખતે કપ અમારો છે) પર જીવી હતી. હવે તેને સાબિત કરવાનો વારો વિરાટનો છે.