May 12, 2024

IPL 2024 શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો

અમદાવાદ: IPL 2024ને આડે હવે માત્ર ગણતરીની કલાકો બાકી રહી છે. આ પહેલા એક સમાચાર સામે આવ્યા છે. જેમાં રોબિન મિન્ઝ IPL 2024માંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાન પર બીજા ખેલાડીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. કેમ રોબિન મિન્ઝ બહાર થઈ ગયા? આવો જાણીએ.

મોટો ઝટકો
IPL 2024 શરૂ થવાને હવે માત્રને માત્ર ગણતરીની કલાકો બાકી રહી છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રોબિન મિન્ઝને અકસ્માત થયો છે. જેના કારણે તે બહાર થઈ ગયો છે. બાઇક સાથે અથડાતાની સાથે તેને ઈજા પણ થઈ હોવાનું સામે આવ્યું છે. તે હવે મેચ રમી શકે તેવી હાલાતમાં નથી. તેના સ્થાન પર બીજા ખેલાડીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ઈન્ડિયન જ નહીં વિદેશી ખેલાડીઓએ પણ ચેમ્પિયન ટ્રોફી અપાવી

આ ખેલાડીની એન્ટ્રી
IPL 2024ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે રોબિન મિન્ઝને 3.60 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ એન્ડ ટાઈમ પર જ રોબિન મિન્ઝને ઈજા થઈ હતી. જેના કારણે તેમના સ્થાન પર હવે બીઆર શરથ ગુજરાત ટાઇટન્સની ટીમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમનું અત્યાર સુધીનું પ્રદર્શન સારૂ રહ્યું છે. જેના કારણે તેને સ્થાન આપવામાં આવ્યું છે. બીઆર શરથ રૂપિયા 20 લાખની કિંમતે ગુજરાત ટાઇટન્સમાં જોડાયા છે. તેમણે 28 T20 મેચોમાં 328 રન છે. 20 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 616 રન બનાવ્યા છે.

IPL 2024 માટે ગુજરાત ટાઇટન્સ ટીમ
ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ. લિટલ, મોહિત શર્મા, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, બીઆર શરથ., સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જોન્સન, સંદીપ વોરિયર