May 23, 2024

કેજરીવાલની PM વિશેની ભવિષ્યવાણી પર BJP MP સુધાંશુ ત્રિવેદીએ કર્યા પ્રહાર

BJP Attack On Arvind Kejriwal: દિલ્હી એક્સાઇઝ પોલિસીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1 જૂન સુધી જેલની બહાર રહેશે. આજે શનિવારે (11 મે) તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ભવિષ્યવાણી કરી હતી, કેજરીવાલે કહ્યું કે, તેઓ આગામી બે વર્ષમાં નિવૃત્ત થવા જઈ રહ્યા છે અને અમિત શાહ આગામી વડાપ્રધાન હશે. આ અંગે ભારતીય જનતા પાર્ટીએ પણ વળતો પ્રહાર કર્યો છે.

બીજેપી સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમે એક વાત કહેવા માંગીએ છીએ કે તે તેના દારૂની અસર હતી કે પછી તે જ્યાં ગયા તા ત્યાંની? તેના મોઢામાંથી એક જ વાત નીકળી. તેમણે કહ્યું કે પીએમ મોદી વડાપ્રધાન બનશે અને ત્યારપછી કોઇકને વડાપ્રધાન બનાવવામાં આવશે. આ માટે હું તેમનો આભાર માનું છું કે આજે તેમણે સ્વીકાર્યું છે કે નરેન્દ્ર મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ક્યારેક દારૂ પીધા પછી વ્યક્તિ પર સંપૂર્ણ નિયંત્રણ નથી રહેતું, ત્યારે અસલી વાત સામે આવે છે. એટલું જ નહીં, તેમણે ઉત્તરાધિકારની યોજના પણ જણાવવાનું શરૂ કર્યું કે પીએમ મોદી પછી કોણ રહેશે.

‘કુદરત પણ ઇચ્છતી ન હતી કે અરવિંદ કેજરીવાલ બહાર આવે’
વધુમાં બીજેપી પ્રવક્તાએ કહ્યું કે, કુદરત પણ નથી ઈચ્છતી કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવે. સુધાશુ ત્રિવેદીએ કહ્યું, ‘જેલમાંથી બહાર આવતાની સાથે જ તોફાન આવ્યું, વિચારો કે હવામાન પણ કેજરીવાલના બહાર આવવાને મંજૂર નહોતું. જુઓ છેલ્લા 10 વર્ષમાં તેમની સાથે શું થયું છે. બંગલો નહીં લઉં, ગાડી નહીં લઉં. તેઓ કહી રહ્યા છે કે અમિત શાહ પીએમ બનશે. મતલબ કે અમે માની રહ્યા છીએ કે ભાજપ જીતી રહ્યું છે. અણ્ણા હજારેએ પત્ર લખીને કહ્યું હતું કે મને ખબર ન હતી કે આ માણસ આવો નીકળશે. કેજરીવાલ જીની વિચારસરણી ખૂબ જ નાની છે અને તેમને તેમના કાર્યકરો પર વિશ્વાસ નથી. મમતાજીએ હાર સ્વીકારી લીધી છે અને મોદીજી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે.