June 23, 2024

આ સ્ટાર ફાસ્ટ બોલર ખેલાડી છેલ્લી વખત રમી રહ્યો છે T20 વર્લ્ડ કપ

Trent Boult: T20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકામાં અને વેસ્ટ ઈન્ડિઝમાં થઈ રહ્યું છે. આ વર્લ્ડ કપ દરમિયાન એવા ખેલાડીઓ છે કે તે નિવૃત્તિથી ખુબ નજીક છે. ત્યારે એક ખેલાડીએ પોતાની નિવૃત્તિની જાણકારી આપી છે. તેણે કહ્યું કે આ વર્લ્ડ કપ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ હશે. તેનો મતલબ એ થયો કે તમે આ ખેલાડીને ને T20 વર્લ્ડ કપ 2026માં રમતા જોઈ શકશો નહીં.

પોતે જ આપી માહિતી
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં થઈ રહ્યું છે. વર્ષ 2026માં T20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થવાનું છે. પરંતુ આ પહેલા એક ખેલાડીએ આવનારા વર્લ્ડ કપમાં નહીં રમે તેવી જાહેરાત કરી દીધી છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ ન્યૂઝીલેન્ડનો સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ છે. ટ્રેન્ટ બોલ્ટે પોતે આ માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે આ તેની છેલ્લી T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ હશે.

આ પણ વાંચો: Gautam Gambhir ટીમ ઈન્ડિયાના કોચ બને તે પહેલા આપ્યા મોટા સંકેત

શાનદારની આંતરરાષ્ટ્રીય કારકિર્દી છે
ટ્રેન્ટ બોલ્ટ 2011માં ડેબ્યૂ કર્યો હતો. જે બાદથી તે ન્યૂઝીલેન્ડની ટીમનો ભાગ છે. તે બોલ્ટ 2014 થી ન્યૂઝીલેન્ડ માટે ચાર T20 વર્લ્ડ કપ સીઝન રમ્યો છે. તેણે આજે જાણકારી આપી છે કે આ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ હશે. જોકે બોલ્ટ ભવિષ્યમાં ન્યુઝીલેન્ડ તરફથી રમશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. તમને જણાવી દઈએ તે બોલ્ટે 2022 માં તેના ન્યુઝીલેન્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકળી ગયો હતો અને તેના બદલે વિશ્વભરમાં T20 ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમી હતી.