May 20, 2024

UNESCOએ ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’નું પ્રમાણપત્ર અર્પણ કર્યું

Unesco gave certificate of Intangible Cultural Heritage to garba dance of gujarat

યુનેસ્કોએ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’નું પ્રમાણપત્ર અર્પણ કર્યું છે.

અમદાવાદઃ ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. ગુજરાતની ઓળખ એટલે ગરબા અને હવે આ ગરબો ગ્લબોલ બન્યો છે. યુનેસ્કોએ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’નું પ્રમાણપત્ર અર્પણ કર્યું છે. મહત્વનું છે કે, યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકેનું સન્માન આપ્યું હતું. હવે યુનેસ્કોએ ગુજરાતને વિધિવત રીતે પ્રમાણપત્ર અર્પણ કર્યું છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પ્રમાણપત્ર લેવા માટે પહોંચ્યા હતા.

ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે.

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના ટ્વિટમાં પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું.ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ… ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ… યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું. યુનેસ્કો દ્વારા 6 ડિસેમ્બર 2023 ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. 22 માર્ચ 2024 ના રોજ યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ શ્રીમતી ઓડ્રે અઝોલે એ આ પ્રમાણપત્ર પેરિસ ખાતે ગુજરાત વતી મંત્રી શ્રી
@sanghaviharsh અને શ્રી @prafulpbjp ને વિધિવત અર્પણ કર્યું હતું.’

તેમણે વધુમાં લખ્યું હતું કે, ‘ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. આદ્યશક્તિના પ્રખર ઉપાસક અને દેશના વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરૂ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યું એ માનનીય વડાપ્રધાનશ્રીના “વિકાસ ભી, વિરાસત ભી” ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.’