વાડિયામાં ધમધમતા જુગારધામ પર ક્રાઈમ બ્રાંચના દરોડા, જુગાર રમાડનાર મહિલા સહિત 11 જુગારીઓની ધરપકડ

Vadodara: વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચે દરોડા પાડ્યા છે. મહિલા બૂટલેગરના મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી જુગારધામની સંચાલિકા સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલે ક્રાઈમ બ્રાંચે વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડો પાડી જુગાર રમાડનાર મહિલા સહિત 11 જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2.39 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મહિલા બૂટલેગર હર્ષા કહાર સામે અત્યાર સુધીમાં દારૂના 65 અને જુગારના પાંચ ગુના નોંધાયા છે.
આ પણ વાંચો: ઈરફાન પઠાણ પર ગંભીર આરોપ! શું આ કારણથી IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી બતાવ્યો બહારનો રસ્તો?