September 20, 2024

ફેક વીડિયોમાં ‘ફેકમફેક’, આવા કડવા વેણ ન બોલે કોહલી

Virat kohli Viral Video: શુભમન ગિલને આગામી વિરાટ કોહલી કહેવામાં આવે છે. તેમની બંનેની બેટિંગ સ્ટાઈલ તો સરખી છે પરંતુ બંને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સફળ બેટ્સમેનોમાં સામેલ છે. ખુદ વિરાટ કોહલી પણ શુભમન ગિલના વખાણ કરતો જોવા ઘણી વખત મળ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વિરાટ કોહલી પોતાને ‘ભગવાન’ પછી ભારતનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર ગણાવી રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કહેતો જોવા મળી રહ્યું છે કે ગિલ સાથે સરખામણી કરવા પર, તે કહી રહ્યો છે કે આ બધું મેળવવું તેના માટે આસાન નહીં હોય.

વિરાટનો વીડિયો થયો વાયરલ
વિરાટ કોહલીનો જે વીડિયો વાયરલ થયો છે તે ફેક છે. તે AIની મદદથી વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ ફેક વીડિયોમાં વિરાટ કોહલી કહેતો જોવા મળી રહ્યો છે કે ‘હું શુભમન ગિલને નજીકથી જોઈ રહ્યો છું. તેની પ્રતિભા પર કોઈ શંકા નથી. લોકો આગામી વિરાટ કોહલી વિશે વાત કરી રહ્યા છે, પરંતુ હું ચોખવટ કરવા માંગુ છું કે માત્ર એક જ વિરાટ કોહલી છે. મેં સૌથી ખતરનાક બોલરોનો સામનો કર્યો છે. અત્યંત મુશ્કેલ સંજોગોમાં સારું પ્રદર્શન કર્યું છે અને એક દાયકા કરતાં વધુ સમયથી સતત આવું કર્યું છે.

આ પણ વાંચો: લખનૌ સુપર જાયન્ટ્સ 50 કરોડમાં રોહિત શર્માને ખરીદશે?

ભારતીય ક્રિકેટમાં ‘ભગવાન’
વિરાટ કોહલી આ વીડિયોમાં કહેતો જોવા મળી રહ્યો છે કે ‘ભારતીય ક્રિકેટમાં ‘ભગવાન’ (સચિન તેંડુલકર) છે અને તેમના પછી હું છું. ગિલને ત્યાં પહોંચતા પહેલા ઘણો લાંબો રસ્તો કાપવાનો છે. વિરાટ કોહલીનો આ વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે નકલી છે અને AIની મદદથી બનાવવામાં આવ્યો છે. વીડિયો નીચે લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે AI કેટલું ખતરનાક છે.