November 21, 2024

બેકિંગ સોડા અને બેકિંગ પાઉડરમાં શું ફરક છે?

Cooking Tips: આપણા રસોડામાં મસાલાની સાથે બીજી અનેક વસ્તુઓનો ઉપયોગ થાય છે. જેમાં બેકિંગ સોટા અને બેંકિંગ પાવડરનો પણ સમાવેશ થાય છે. મોટા ભાગે કેક કે ઢોકળા બનાવતા સમયે બેકિંગ પાઉડરનો ઉપયોગ થાય છે. તો બીજી તરફ છાશ, દહીં અને લીંબુ પાણી બનાવતા સમયે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. શું તમને પણ બેકિંગ સોડા અને બેકિંગ પાઉડરને લઈને કંફ્યુઝન છે? તો આ સ્ટોરી ખાસ તમારા માટે છે. આમ તો આ બંનેનું નામ અને બનાવટ એક જેવી છે. જેને જોવામાં કોઈ પણ પ્રકારનું અંતર લાગતું નથી, પરંતુ બંન્નેમાં ખુબ જ અંતર છે. જો તમે પણ તેનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે બંન્ને વચ્ચે જે અંતર છે. તેને સમજવું ખુબ જ જરૂરી છે.

બંનેનું કામ
બેકિંગ સોડા કે પછી બેકિંગ પાઉડર બંનનું કામ ખમીર વધારવાનું છે. આથી જ બંનેને લઈને લોકોમાં કંફ્યુઝન છે. આથી જોવામાં બંન્ને એક સરખુ લાગે છે. ધ્યાન રાખો કે બેકિંગ પાઉડર થોડું ચિકણું હોય છે. તો બેકિંગ સોડા કણકણી વાળું હોય છે. આ ઉપરાંત બેકિંગ સોડાને ગરમ પાણીમાં બેકિંગ સોડા ઉમેરવાથી પાણીમાં કોઈ પણ પ્રકારનું રિએક્શન થતું નથી. તો બીજી તરફ બેકિંગ સોડાને ગરમ પાણીમાં ઉમેગવામાં આવે તો પાણીમાં પરપોટા થવા લાગે છે.

કેવી રીતે કરશો ઉપયોગ
બેકિંગ સોડા એ વસ્તુમાં નાખવામાં આવે છે. જેમાં ઇન્સ્ટન્ટ આથો જોઈએ છે. જેમ કે પકોડા, ઢોકળા… આ બધી વસ્તુ બનાવતી વખતે બેકિંગ સોડાને બેટરમાં નાખવામાં આવે છે. જેના કારણે 10 મિનિટમાં આથો આવી જાય છે.

બેકિંગ પાઉડરનો ઉપયોગ એ વસ્તુમાં થાય છે. જેમાં આથો લાવવા માટે સમય જોઈએ છે. જેમ કે દહી, છાશ જેવી ખાટી વસ્તુમાં, નાન-ભટૂરા કે પૂરને ફુલાવા માટે બેકિંગ પાઉડરનો ઉપયોગ થાય છે. કારણ કે તેનો ઉપયોગ પર પહેલા રિએક્શન તેને પલાળતી વખત જોવા મળે છે. બીજી વખત જ્યારે તેને હલાવવામાં આવે છે એ સમયે રિએક્શન જોવા મળે છે. આ ઉપરાંત જ્યારે તેમાંથી વસ્તુ બનાવવામાં આવે છે. એ સમયે ત્રીજી વખત રિએક્શન જોવા મળે છે.