May 20, 2024

વોટ્સએપમાં કરશો આ કામ, તો તમારું એકાઉન્ટ સીધું જ પ્રતિબંધિત થઈ જશે

અમદાવાદ: આજના સમયમાં WhatsAppનો વિશ્વભરમાં લગભગ 2.4 અબજ લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરે છે. પરંતુ WhatsApp સતત તેના પ્લેટફોર્મ પર અપડેટ લાવી રહ્યું છે. હવે ફરી એક વાર નવું ફીચર આવી રહ્યું છે. જે તમારા એકાઉન્ટની એક્ટિવિટીને ટ્રેક કરશે. જો તમે ગાઈડલાઈન્સનું પાલન નહીં કરો તો તમારબ એકાઉન્ટ પ્રતિબંધ કરી દેવામાં આવશે.

રોજિંદા જીવનનો એક ભાગ
WhatsApp આજે એવું પ્લેટફોર્મ બની ગયું છે કે જેના વગર થોડી વાર પણ ચાલે નહીં. વોટ્સએપને હાલમાં 2.4 બિલિયન યુઝર્સ વપરાશ કરી રહ્યા છે. આજ કારણ છે કે વપરાશકર્તાને ધ્યાનમાં રાખીને નવા નવા ફીચર લાવતી રહે છે. હવે થોડા જ દિવસોમાં એક નવું ફીચર આવવાનું છે. તમને જણાવી દઈએ કે વોટ્સએપે તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે કેટલીક માર્ગદર્શિકા રજૂ કરી છે. જો તમે તેને ફોલો કરતા નથી તો તમારૂ એકાઉન્ટ બંધ થઈ શકે છે.

આ પણ વાંચો: શું છે મહાદેવ સટ્ટાબાજી એપ?

માહિતી આપી
WhatsAppinfoમાં આપવામાં આવેલી માહિતી અનુસાર Google Play Store પર ઉપલબ્ધ એન્ડ્રોઇડ 2.24.10.5 બીટા અપડેટ પરથી આગામી ‘એકાઉન્ટ રિસ્ટ્રિકશન’ ફીચર વિશે માહિતી મળી છે. આ મુજબ જો કોઈ યુઝર વોટ્સએપના નિયમો કે ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરે છે તો તેના એકાઉન્ટને તરત જ પ્રતિબંધિત કરી દેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે કંપની હવે વધતા જતા સ્પામને રોકવા માટે આ ફિચર લાવી રહ્યું છે. જો તમે કોઈને અશ્લીલ અથવા ગંદા સંદેશાઓ મોકલો છો અથવા તમે સ્પામ સંદેશાઓ ફેલાવો છો, તો આ સુવિધા આપમેળે તમારી પ્રવૃત્તિને ટ્રૅક કરશે અને પછી એકાઉન્ટને પ્રતિબંધિત કરશે.