જસપ્રીત બુમરાહ ક્યારે પાછો ફરશે? મુંબઈ ઈન્ડિયન્સના કોચે આપ્યો જવાબ

Jasprit Bumrah Comeback: મુંબઈની પહેલી મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ વગર રમનાર મુંબઈ ઈન્ડિયન્સનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 4 વિકેટે હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવે તમામ મુંબઈની ટીમના ચાહકોને સવાલ થઈ રહ્યો છે કે જસપ્રીત બુમરાહ ફરી કમબેક ક્યારે કરશે. આ વિશે પારસ મ્હામ્બ્રેએ જણાવ્યું કે જસપ્રીત બુમરાહ ક્યારે ટીમમાં જોડાઈ શકશે.
આ પણ વાંચો: DC vs LSG વચ્ચે આજે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ
જસપ્રીત બુમરાહ ક્યારે પરત ફરી શકશે?
પારસ મ્હામ્બ્રેના મતે જસપ્રીત બુમરાહની વાપસીમાં સમય લાગી શકે છે. રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી તરફથી સતત માહિતી મળી રહી છે. જસપ્રીત બુમરાહની રિકવરીથી અમે ખુશ છીએ. પછી હું એ કહી શક્તો નથી કે તે ટીમમાં ફરી ક્યારે વાપસી કરશે. જોકે, હું ઈચ્છું છું કે જસપ્રીત બુમરાહ શક્ય તેટલી વહેલી તકે પાછો ફરે કારણ કે તે મુંબઈ ઈન્ડિયન્સનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.