June 30, 2024

15 હજાર કરોડના GST ફ્રોડમાં સામેલ મહિલા અબજોપતિની કોઇમ્બતુરથી ધરપકડ

GST Fraud: નોઈડા પોલીસની ટીમે રવિવારે 15 હજાર કરોડ રૂપિયાથી વધુના GST ફ્રોડના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે છેતરપિંડીમાં સંડોવાયેલી મહિલા અબજોપતિની કોઇમ્બતુરથી ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ઘણા અબજોપતિ ઉદ્યોગપતિઓની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ કેસમાં અત્યાર સુધીમાં 40થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 33 આરોપીઓ સામે પણ ગેંગસ્ટરની કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પોલીસે ત્રણ અબજોપતિ ઉદ્યોગપતિઓની ધરપકડ કરી હતી. ત્રણેય પર 25-25 હજાર રૂપિયાનું ઈનામ હતું. ત્રણેય વેપારી છેલ્લા નવ મહિનાથી ફરાર હતા. 10 એપ્રિલે દિલ્હીના તિલક નગરમાં રહેતા બિઝનેસમેન તુષાર ગુપ્તાની તેમની ઓફિસમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રસ્તા પર વડાપાંવ વેચીને કેટલી કમાણી કરે છે ચંદ્રિકા દીક્ષિત

નોઈડા પોલીસે વર્ષ 2023માં દેશભરમાં ચાલી રહેલી GSTની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો. DCP ક્રાઈમ શક્તિ મોહન અવસ્થીએ જણાવ્યું હતું કે કરોડપતિ બિઝનેસમેન તુષારનો દિલ્હી સહિત અન્ય શહેરોમાં મેટલ અને પેકેજિંગનો બિઝનેસ છે. આ મામલે કોતવાલી સેક્ટર 20માં કેસ નોંધવામાં આવ્યો હતો. GST ટીમે અગાઉ તુષારની ધરપકડ પણ કરી છે. બે મહિના જેલમાં રહ્યા બાદ તેને જામીન મળ્યા હતા.