October 8, 2024

ગીર-સોમનાથમાં ઇકો ઝોનનો અનોખો વિરોધ, બેનરો સાથે મહિલાઓ ગરબે ઘૂમી

ગીર સોમનાથઃ જિલ્લાના તાલાલામાં ઇકો ઝોન નાબૂદ કરવા મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓએ બેનરો સાથે ગરબા રમ્યા છે. તો ‘અંબે મા ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો’ તેવા બેનરો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.

ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં ખેડૂતો અને રાજકીય નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ખેડૂતો દ્વારા ઇકો ઝોનનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. તાલાલા લેઉવા પટેલ સમાજની ગરબીમાં બેનરનો દેખાવો કરે અને વિરોધ નોંધાવ્યો હતો. ‘હે અંબે મા ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો’નાં બેનર સાથે ખેડૂતોએ વિરોધ નોંધાયો હતો. આ વિરોધમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. ‘ઇકો ઝોન હટાવો, ગામડાં બચાવો’નાં બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ઇકો સેન્સેટિવ ઝોનનો ગીર પંથકમાં સતત વિરોધ સૂર ઉઠી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઇકોસેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડતાંની સાથે જ સતત તેના વિરુદ્ધ સૂર ઉઠી રહ્યા છે. ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી ઇકોનો સતત અને સતત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ઇકોઝોન હટાવો ખેડૂત બચાવો બેનરો સાથે ગરબા રમી અને વિરોધ નોંધાવ્યો હતો.