October 5, 2024

આજે રંગીલા રાજકોટનો 414મો સ્થાપના દિવસ

Happy Birthday Rajkot: આજે રંગીલા રાજકોટનો 414મો સ્થાપના દિવસ છે. 7 જુલાઈ એટલે રાજકોટનો સ્થાપના દિવસ. 414 વર્ષ પહેલા 1610માં રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સહયોગી રાજુ સંધિએ આજી નદીના કાંઠે એક ગામ સ્થાપ્યું હતુ અને તેમના જ નામ રાજુ સંધિના નામ પરથી જ શહેરનું નામ રાજકોટ રાખવામાં આવ્યું છે. શરૂઆતના વર્ષોમાં રાજકોટ ગામ અત્યારના કોઠારીયાનું નાકુ, રૈયા નાકું, બેડી નાકું અને ભીચરીના નાકાની અંદર ઊંચાઈએ વસાવવામાં આવ્યું હતું.

સમય વીતતા મોગલોનું રાજ ભારતમાં ફેલાયું હતું. વર્ષ 1776માં જૂનાગઢ રાજ્યના નાયબ ફોજદાર માસુમખાને સરધાર પર કબ્જો કરી રાજકોટમાં મથક સ્થાપીને રાજકોટનું નામ બદલીને માસૂમાબાદ કરી નાખ્યું. સમય વીતતા દેશમાં અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજ પરિવાર મળ્યો અને ફરી રાજકોટ નામ થયું.

1 મે 1960ના સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ભળ્યું અને વર્તમાન સમય સુધી સતત વિકાસ કર્યો છે. 1938માં રાજકોટમાં પ્રથમ જીનમીલ કરણપરામાં ચાલુ થઇ. 1942માં પહેલી કાપડ મિલ ચાલુ થઈ. 1952માં એશિયાનો પહેલો ઇન્ડસ્ટ્રીયલ એરીયા ભક્તિનગર વિસ્તારમાં ચાલુ થયો. અત્યારે રાજકોટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રે રાજકોટ દેશ અને વિશ્વમાં અગ્રેસર છે.

રાજકોટની જેમ્સ અને જ્વેલરી વિશ્વભરમાં લોકપ્રિય
જેમ્સ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં પણ રાજકોટએ દેશમાં અગ્ર સ્થાન મેળવ્યું છે.રાજકોટના સોના, ચાંદી અને ઇમિટેશન જ્વેલરી દેશ અને દુનિયામાં અને ખાસ કરીને બોલીવુડમાં પણ લોકપ્રિય છે.