February 12, 2025

સાબરકાંઠામાં ભાજપમાં બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા કાર્યકરો પાર્ટીમાંથી સસ્પેન્ડ

સાબરકાંઠા: ભાજપમાં બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા કાર્યકરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તલોદમાં ટિકિટ ન મળતા ત્રણ બીજેપીના કાર્યકરોએ અપક્ષમાં ઝંપલાવ્યું હતું. અપક્ષ ઉમેદવારી કરનાર ત્રણેય કાર્યકરોને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે સાંસદના મતવિસ્તાર પ્રાંતિજ નગરપાલિકામાં 6 કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે.

પ્રાંતિજ તલોદ નગરપાલિકામાં બીજેપીના 9 કાર્યકરોએ અપક્ષમાં ઉમેદવારી પત્ર ભર્યા હતા. જિલ્લામાં કુલ 9 ભાજપ કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારોને પાર્ટીએ ટિકિટ આપતા અપક્ષમાં ફોર્મ ભરાયા હતા. તમામ કાર્યકરો હોદેદારોને 6 વર્ષ માટે પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે.

પ્રાંતિજના 6 કાર્યકરોને 6 વર્ષ માટે પાર્ટીએ સસ્પેન્ડ કર્યા

  1. દિપ્તીબેન હાર્દિકકુમાર બ્રહ્મભટ્ટ
  2. જગદીશભાઈ લચ્છુમલ કીમતાણી – પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા
  3. મનોજકુમાર રમેશચંદ્ર મોદી – મંડલ ઉપપ્રમુખ
  4. સોનલબેન પંકજકુમાર મોદી – પૂર્વ જિલ્લા મંત્રી
  5. હાર્દિકકુમાર મીઠાલાલ બ્રહ્મભટ્ટ – સોશિયલ મીડિયા ઇન્ચાર્જ
  6. મધુબેન અરવિંદકુમાર પરમાર – પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા

    તલોદના 3 કાર્યકરોને 6 વર્ષ માટે પાર્ટીએ સસ્પેન્ડ કર્યા

  7. ગૌતમ કુમાર રસિકલાલ પટેલ
  8. મનનકુમાર કૌશિકકુમાર ત્રિવેદી – સોશિયલ મીડિયા ઇન્ચાર્જ
  9. દીપાબેન સંજયકુમાર કુવાડીયા – પૂર્વ નગરપાલિકા સભ્ય