November 24, 2024

Apple યુઝર્સ હવે ફ્રીમાં મૂવી અને ટીવી શો નહીં જોઈ શકે?

અમદાવાદ: જો તમે એપલ યુઝર છો તો તમારા માટે આ સમાચાર છે. એપલ એ એપ સ્ટોરમાંથી એક એપને હટાવી દીધી છે. જેના કારણે એપલ યુઝરને ફ્રીમાં મૂવી અને ટીવી શોનો આનંદ માણી શકશે નહીં. કેમ આ એપને હટાવી દેવામાં આવી? જાણો અમારા આ અહેવાલમાં.

યુઝર્સને ખોટી માહિતી
એપલે એપ સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. આ એપનું નામ કિમી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ એપ યુઝર્સને ખોટી માહિતી આપી રહી છે. આ રીતની માહિતી મળતાની સાથે જ આ એપને એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ હવે આ એપને iOS, iPadOS અને macOS પરથી હટાવી દીધી છે.

શા માટે દૂર કરવામાં આવી?
એક માહિતી અનુસાર દાવો કરવામાં આવ્યો હતો કે આ એપ યુઝર્સને ખોટી માહિતી આપી રહી છે. મિડ-લીડિંગનું ટેગ મળ્યા બાદ કંપનીએ તેને તાત્કાલિક ધોરણે હટાવી દીધી છે. કિમી એપ એપ સ્ટોર પર ગયા વર્ષ 2023 થી એપ સ્ટોર પર હતી. પરંતુ તેની ફરિયાદ મળતા તેને પાંચ મહિનામાં જ હટાવી દેવામાં આવી છે. મોટા ભાગના એપલ યુઝર્સ કિમી એપનો ઉપયોગ કરી રહ્યા હતા. જેના કારણે જ તે ટ્રેન્ડીંગ લિસ્ટમાં ફ્રી એન્ટરટેઈનમેન્ટ એપ્સમાં આ એપ 8મા નંબરે પહોંચી ગઈ હતી. જોકે એપલ તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

અંડરવોટર મોડ
Apple આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં iPhone 16 લોન્ચ કરી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. હજુ તો ઘણો સમય બાકી છે આ પહેલા તેના ફીચર્સ અંગે લીક થવાનું શરૂ થઈ ગયું છે. લેટેસ્ટ રિપોર્ટમાં iPhone 16ની એક અનોખી વિશેષતા સામે આવી છે. જો લીક્સની વાત માનવામાં આવે તો પની iPhone 16 સિરીઝને અંડરવોટર મોડ સાથે લોન્ચ કરવાની છે. હવે તેમાં કેટલી હકીકત છે તે iPhone 16 લોન્ચ થયા બાદ ખબર પડશે.

કેવી હશે ડિઝાઇન?
અત્યાર સુધીમાં જે માર્કેટમાં માહિતી વાયરલ થઈ રહી છે તે અનુસાર iPhone 16 માં iPhone X અને iPhone 12 ની મિક્સ ડિઝાઇન જોવા મળશે . જો કે આ સ્માર્ટફોન ફ્રન્ટથી બિલકુલ અલગ જોવા મળશે. 6.1-inch અને 6.7-inch ડિસ્પ્લે તમને મળશે. તો iPhone 16 Pro Maxમાં 4,676mAh બેટરી હોઈ શકે છે. બ્રાન્ડ iPhone 16 માં 3,561mAh બેટરી પ્રદાન કરી શકે છે, જ્યારે iPhone 16 Plus માં 4000mAh બેટરી હશે. આ હેન્ડસેટ 40W વાયર્ડ ચાર્જિંગ અને 20W મેગસેફ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે.