May 20, 2024

સુરતમાં મૌલવીને છોડાવવા અંગે ઓડિયો વાયરલ!

અમિત રૂપાપરા, સુરત: મૌલવી દ્વારા હિન્દુ નેતાઓને ધમકીના મામલે વધુ એક અપડેટ સામે આવ્યું છે. જેમાં મૌલવીને છોડાવાના પ્રયાસનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લીપ મુદ્દે એજન્સીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઓડિયો ક્લિપ અંગે વધુ ખુલાસા થઇ શકે છે.

હર્ષ સંઘવીનું નિવેદન
મૌલવીને છોડાવાના પ્રયાસનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લીપ મુદ્દે એજન્સીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન વધુ કેટલાક હિન્દુવાદી નેતાઓના ફોટો મળ્યા છે. વધુ કેટલાક નેતાઓની સોપારી લેવાઇ હોવાની ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડેલા મોલવી બાબતે હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું. ઓડિયો કલીપ ન્યૂઝ ચેનલોના માધ્યમથી મને સાંભળવાની મળી છે. એક મૌલવી દ્વારા હિન્દૂ નેતાને મારી નાખવાની સોપારી લેવામાં આવી છે. હથિયાર અને એક કરોડ રૂપિયા પાકિસ્તાનથી આવવાના હતા. આ મૌલાવીની છોડાવવાના પ્રયાસો કોંગ્રેસના લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો: હવે સિંહોએ પાણી માટે ભટકવું નહીં પડે, અમરેલી વન વિભાગે કર્યું આ કાર્ય

આવું કાર્ય ન કરવું જોઈએ
સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડેલા મોલવી બાબતે હર્ષ સંઘવીનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે એક મૌલવી દ્વારા હિન્દૂ નેતાને મારી નાખવાની સોપારી લેવામાં આવી હતી. આ મૌલાવીની પકડવામાં આવ્યો છે. તેના સંબંધ પાકિસ્તાન સાથે સામે આવ્યા છે. ઓડિયો કલીપ ન્યૂઝ ચેનલોના માધ્યમથી મને સાંભળવાની મળી છે. મદરેસામાંથી ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેવાને છોડાવવાના પ્રયાસ ન કરવા જોઈએ. રાજકીય રીતે નહીં પરંતુ દેશને લઈને આપણે આવું કાર્ય ન કરવું જોઈએ