November 24, 2024

ગૂગલ હવે ગુજરાતીમાં, જેમિની આપશે જવાબ

Google Gemini AI App: ટેક કંપની ગૂગલે જેમિની AI એપ લોન્ચ કરી છે. જેમાં હવે ગુજરાતી સહિત 9 પ્રાદેશિક ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે, ગુજરાતીમાં પૂછેલા પ્રશ્નોના જવાબ હવે AI ગુજરાતીમાં જ આપશે. જે રીતે ગૂગલમાં જે તે ભાષામાં સર્ચ કરવામાં આવે તો એનું પરિણામ એ જ ભાષામાં આવે છે એવી જ રીતે જેમિની કામ કરશે. આ એપ હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ સહિત 9 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી.

એડવાન્સ વર્ઝન છે
ગૂગલે જેમિની એડવાન્સ્ડમાં નવી સુવિધાઓ રજૂ કરી છે, જેમાં ડેટા વિશ્લેષણ ક્ષમતાઓ, ફાઇલ અપલોડ્સ અને Google મેસેજમાં જેમિની સાથે અંગ્રેજી ભાષામાં ચેટ કરવાના ફીચરનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત જેમિની એપ તુર્કી, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ લોન્ચ કરવામાં આવી છે. જોકે, ગૂગલ એક ગ્લોબલ સર્ચ એન્જિન છે એટલે વિષયનું વૈવિધ્ય અકબંધ રહેશે. જેમિની AI દ્વારા, યુઝર્સ તેમના પ્રશ્નોના જવાબો બોલીને, ટાઈપ કરીને અને ચિત્રો શેર કરીને મેળવી શકે છે. તમે એલાર્મ, ટાઈમર અને રીમાઇન્ડર્સ સેટ કરી શકો છો અને રીઅલ-ટાઇમમાં વાતચીતનો અનુવાદ કરી શકો છો. આ સિવાય હવે તમે Google Messages પર પણ Gemini AI નો ઉપયોગ કરી શકો છો.

એપ્લિકેશન પણ કમાલની છે
ગૂગલ જેમિની એપ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા પ્લે સ્ટોર પર જાઓ. ત્યાં તમારે સર્ચ બોક્સમાં ‘Google Gemini’ લખીને સર્ચ કરવાનું રહેશે. હવે તમે એપ્લિકેશનને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો.
આ પછી તમારે ગૂગલ આસિસ્ટન્ટને જેમિની સાથે બદલવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. જેમિની મેસિવ મલ્ટીટાસ્ક લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ મોડલ (MMLU) પર આધારિત છે. જેમિની મોડલના અલ્ટ્રા વેરિઅન્ટે તર્ક અને સમજણની ઈમેજ સહિત 32 બેન્ચમાર્ક પરીક્ષણોમાંથી 30માં ChatGPT 4 ને આઉટ પરફોર્મ કર્યું છે. જેમિની પ્રોએ 8 માંથી 6 બેન્ચમાર્ક પરીક્ષણોમાં ChatGPT ના ફ્રી એડિશન છે, જેને GPT 3.5 ને પાછળ રાખી દીધું.

આ પણ વાંચો: ભારતમાં ઉપયોગમાં લેવાતા EVM કેમ હેક થઈ શકે?

લેંગ્વેજ મોડલ છે
લાર્જ લેંગ્વેજ મૉડલ એ ડીપ લર્નિંગ અલ્ગોરિધમ છે. તેમને મોટા ડેટાસેટ્સનો ઉપયોગ કરીને તાલીમ આપવામાં આવી છે. તેથી જ તે વિશાળ કહેવાય છે. આ તેમને ટેક્સ્ટ અને અન્ય સામગ્રીનો અનુવાદ, અનુમાન અને જનરેટ કરવામાં સક્ષમ બનાવે છે. ભાષા મોડલ, જેને ન્યુરલ નેટવર્ક્સ (NNs) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માનવ મગજ દ્વારા પ્રેરિત કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ છે. પ્રોટીન સ્ટ્રક્ચરને સમજવું, સોફ્ટવેર કોડ લખવા જેવા ઘણા કાર્યો માટે મોટા ભાષાના મોડલ્સને તાલીમ આપી શકાય છે.

Google ની જેમિની
તમે ChatGPT અને Bard ને કોઈપણ પ્રશ્ન પૂછી શકો છો. એટલે કે, ઈમેઈલ લખવાથી લઈને સીવી સુધી, તમે તેને પૂર્ણ કરી શકો છો. રીલ કે તમારો વિડીયો વાયરલ કેવી રીતે કરવો તેનો જવાબ પણ ChatGPT આપે છે. ChatGPT પત્નીને કઈ ભેટ આપવી તે અંગેના સૂચનો પણ આપે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થીને લોકશાહી પર નિબંધ લખવો હોય, તો તે તરત જ ChatGPT પર ટાઈપ કરશે તો લોકશાહી પર નિબંધ લખી આપશે.