IND Vs ENGની 3જી ODI રમાશે અમદાવાદમાં, ક્યારે અને કેવી રીતે લાઈવ જોશો?
IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં રમાવાની છે. ત્યારે હવે તમને સવાલ થતો હશે કે આ મેચ તમારે તેને કયારે લાઈવ જોવી અને કયાં જોવી. આવો જાણીએ.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ ક્યાં રમાવાની છે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આવતીકાલે આ મેચનું આયોજન અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણએ બપોરના 1:30 વાગ્યે રમાશે ટોસ 1 વાગ્યા સુધીમાં કરી દેવામાં આવશે. સ્પોર્ટ્સ નેટવર્ક પર તમે લાઈવ જોઈ શકો છો. તમે અમારી વેબસાઈટ https://newscapital.com/ પરથી પણ સતત અપડેટ જોઈ શકો છો.
આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સને મળશે નવો માલિક, ટોરેન્ટ ગ્રુપે 67 ટકા હિસ્સો ખરીદ્યો!
ODI શ્રેણી માટે ભારતની ટીમ
વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.
ODI શ્રેણી માટે ઇંગ્લેન્ડ ટીમ
બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ અને માર્ક વુડ.