ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કોહલીની ઈજાએ ભારતનું ટેન્શન વધાર્યું
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાનું ટેન્શનમાં વધારો થયો છે. કારણ કે ઈજાના કારણે વિરાટ કોહલી પહેલી વનડે મેચ રમી રહ્યો નથી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં હર્ષિત અને યશસ્વીને ડેબ્યૂ કરવાની તક મળી છે.
આ પણ વાંચો: ટ્રાફિકનો નિયમ તોડે જનતા અને કરોડપતિ બને ટ્રાફિક પોલીસ, આંકડા જોશો તો ચોંકી જશો!
યશસ્વીને ડેબ્યૂ કરવાની તક
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં હર્ષિત અને યશસ્વીને ડેબ્યૂ કરવાની તક મળી છે. હલીને ઘૂંટણમાં ઈજા થઈ છે જેના કારણે તેને મેચમાંથી બહાર રહેવું પડ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ મહત્વની છે. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડી માટે આ સિરીઝ રમવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.