September 4, 2024

બીલીમોરા પાણી પુરવઠા કચેરી કૌભાંડમાં ભીનું સંકેળવાનો પ્રયાસ: નવસારી કોંગ્રેસ

જીગર નાયક, નવસારી: નવસારી જિલ્લાના બીલીમોરા પાણી પુરવઠાની પેટા કચેરી દ્વારા આચારવામાં આવેલા કરોડોના ભ્રષ્ટાચાર મામલે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન આપી આ કેસમાં યોગ્ય રીતે તપાસ થાય તેવી માંગ કરી હતી. જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોએ તપાસ એજન્સી દ્વારા ઓછો ભ્રષ્ટાચાર બતાવી ભીનું સંકેલવાનો પ્રયાસ થયો હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

નવસારી જિલ્લાના બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા ગઈ કાલે કરવામાં આવી છે. ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે. આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું. કામ થયા વગરના ખોટા બિલો મુકી અને ખોટી હકીકતો ઉભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે. તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે. જે અંગે સુરત સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી. ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 25 જુલાઈ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કોંગ્રેસનું માનવું છે કે નવસારી જિલ્લાના પાણી પુરવઠા કૌભાંડમાં 14 પૈકી 10 ની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં આઠથી દસ કરોડ રૂપિયા નું કૌભાંડ બતાવવામાં આવ્યું છે. પરંતુ આ કોભાંડ 50 કરોડથી વધુનું હોવાનું અમારો અંદાજો છે આ કેસમાં માત્ર 35 કરોડથી વધુ તો બિલ જ પાસ થયા છે તો કઈ રીતે આ આંકડો સાચો હોઈ શકે અમે આ કેસમાં ભીનું ન સંકેલાય તે માટે તપાસ એજન્સીને યોગ્ય દિશામાં તપાસ થાય તેવી માંગ કરીએ છીએ જો આ ગામ સમયમાં જો આ કેસમાં ઉચ્ચકક્ષાની તપાસ ન થાય તો અમે જલદ આંદોલન કરશું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર ચિરાગ પટેલના ખાતામાં કરોડો રૂપિયા આવ્યા છે. ક્યાંથી આવ્યા એની પણ તપાસ થવી જોઈએ.