February 7, 2025

લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ, યુવતીને વારંવાર યુવક પોતાની સાથે લઈ જતો હતો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. નરાધમે લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. યુવતીને વારંવાર યુવક પોતાની સાથે લઈ જતો હતો. બે વર્ષ પહેલા હોટેલમાં મળવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી અને આરોપી સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપી ધવલ હિતેન્દ્ર ચાવડા વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભૂતકાળમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં યુવતીએ આરોપી વિરુદ્ધ છેડતીની ફરિયાદ પણ નોંધાવી હતી.