October 4, 2024

સોમનાથના ઇતિહાસનું સૌથી ડિમોલિશન, 500 કરોડથી વધુની જમીન ખાલી કારવાઈ

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: સોમનાથમાં મોટું દબાણ હટ્યા બાદ અનેક ચર્ચાઓ જોર પકડ્યું હતું. પરંતુ, આજે ગીર સોમનાથ કલેકટર ડી ડી જાડેજા એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે દબાણ હટાવવાની શરૂઆત ગત વર્ષ થી જ થઈ ચૂકી હતી. ખૂબ મોટું દબાણ હોવાના કારણે તેના ચાર ભાગ પાડવામાં આવ્યા હતા. સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની પાછળની સાઈડ કુલ 102 એંકર જમીનમાં દબાણ હતું. આ દબાણ પ્રથમ ફેઝમાં દૂર કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પહેલો ફેઝ 8 ઓકટોબર 2023નાં રોજ યોજાયો હતો. જેમાં સર્વે 1852 પૈકીની જમીનમાં 26 કોમર્શિયલ બાંધકામો દૂર કરાયા હતા અને 15000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી. જેની કિંમત આશરે 5 કરોડ થયા છે. ત્યારબાદ, બીજો ફેઝનું કામ શરૂ કરાયું હતું 27 જાન્યુઆરી 2024ના રોજ જેય 1852 પૈકીની જમીનમાં 174 જેટલા રહેણાંક માટેના કાચા પાકા ઝૂંપડાઓ અને મકાનોના દબાણ દૂર કરી 32203 ચોરસ મીટર જમીન ખુલી કરાઇ હતી. જેની કિંમત 15 કરોડ જેટલી થાય છે.

જ્યારે, ત્રીજા ફેજનું દબાણ 6 ઓગસ્ટ 2024નાં દિવસે દૂર કરાયું. જેમાં, સર્વે નંબર 1852 પૈકી ની જમીન માં 40 જેટલા રહેણાંક કાચા પાકા ઝૂપડા અને મકાનો દૂર કરાયા અને 20000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી જેની આશરે કિંમત 9.5 કરોડ થાય છે. ત્યારબાદ, ચોથા અને અંતિમ ફેજનું કામ હાથ ધરાયું જેમાં સર્વે નંબર 1851 અને 1852 પરની જમીન પર 9 થી વધુ ધાર્મિક સ્થાન અને 45 જેટલા મુસાફિર ખાનાનું દબાણ હટાવાયું જેથી આશરે 320 કરોડની 102 એંકર જમીન ખુલ્લી થઈ હતી. આમ સોમનાથના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ચાર ફેઝમાં યોજાયું અને પૂર્ણ થયું.

હવે વાત કરીએ જિલ્લાભરમાં ક્યા કેટલા દબાણો હટાવાયા તો જિલ્લાના કુલ 145 ગામોમાં દબાણો હટાવાયા છે. જેમકે વેરાવળ તાલુકા ગ્રામ્યના 41 ગામોમાં 236 દબાણો દૂર કરાયા, વેરાવળ શહેરમાં 6 જગ્યા પર દબાણ દૂર કરાયા, કોડીનાર તાલુકાના 20 ગામોમાં 191 દબાણો દૂર કરાયા, તો કોડીનાર શહેરમાં 789 દબાણ દૂર કરાયા, ઉના તાલુકાના 13 ગામોમાં 284 દબાણ દૂર કરાયા, સુત્રાપાડા તાલુકાના 23 ગામોના 446 દબાણ દૂર કરાયા, તાલાલા તાલુકાના 19 ગામોમાં 466 દબાણો દુર કરાયા, તાલાલા શહેરના 19 દબાણ દૂર કરાયા, ગીર ગઢડા તાલુકાના 25 ગામોના દબાણ દૂર કરાયા, ગીર ગઢડા શહેરનાં 271 દબાણ દૂર કરાયા છે.

આમ, લાંબા સમયથી ગીર સોમનાથ જીલ્લાભરમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 3095 દબાણો દૂર કરાયા અને 38 લાખ ચોરસ મીટરથી વધુ જમીન ખાલી કરાવવામાં આવી છે. જેની અંદાજે કિંમત 551 કરોડથી વધુની થયા છે. જિલ્લાભરમાં દૂર કરાયેલા દબાણમાં તમામ કોમના દબાણો હતા જે દૂર કરવામાં આવ્યા છે.