May 20, 2024

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ મતદાન, ચૂંટણી પંચની કેવી છે તૈયારી?

પાકિસ્તાનના ચૂંટણી પંચે આગામી તારીખ 8 ફેબ્રુઆરી 2024ના સામાન્ય ચૂંટણી માટે મતદાનની સંપૂર્ણ યોજનાઓ જાહેર કરી છે. પાકિસ્તાનમાં કુલ 90675 મતદાન મથકોને સ્થાપિત કરવામાં આવશે. સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી અનુસાર પંજાબમાં 50944 મતદાન મથકો સ્થાપવામાં આવશે જ્યારે સિંધમાં પણ મતદાન મથકો હશે. એ જ રીતે ખૈબર પખ્તુનખ્વામાં 15697 અને બલૂચિસ્તાનમાં 5028 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે. લગભગ 12.8 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ આ વખતે કરશે.

રાજકીય પક્ષોના મેનિફેસ્ટો
પાકિસ્તાનને 2022માં પૂરના કારણે તબાહીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે આ વખતની ચૂંટણીમાં પાકિસ્તાનના બે સૌથી મોટા પક્ષોએ તેમના ચૂંટણી ઢંઢેરામાં કુદરતી આપત્તિના મુદ્દાને મહત્વ આપ્યું હતું. એક માહિતી અનુસાર 2022ના પૂરની અસર પાકિસ્તાનની લગભગ 3.30 કરોડ વસ્તીને અસર થઈ હતી. ત્રીજી પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળ છે, તેણે હજુ સુધી કોઈ મેનિફેસ્ટો બહાર પાડ્યો નથી. જો કે, પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે તેણે હરિયાળી વિકાસ પર ભાર મૂક્યો હતો.

આ પણ વાચો: ઈરાનના વિદેશમંત્રી ઈસ્લામાબાદમાં, આ છે કારણ

સમર્થકો રેલીમાં લાવ્યા સિંહ
નવાઝ શરીફની પાર્ટીએ પાકિસ્તાનના લાહોરમાં નેશનલ એસેમ્બલી ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી વાત એ હતી કે પાર્ટીના સમર્થકો સિંહને રેલીના સ્થળે લાવ્યા હતા. સિંહના પાંજરાને ખુલ્લી ગાડીમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે PMLNનું ચૂંટણી ચિન્હ સિંહ છે. આ કારણના કારણે રેલીમાં વાસ્તવિક સિંહને લાવીને લોકોને મત માટે રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઈમરાન ખાનનો પ્લાન C તૈયાર
પાકિસ્તાનમાં ચૂંટણી હોય અને ઈમરાન ખાન ચર્ચામાં ના આવે તેવું બની શકે નહીં. ચૂંટણીના કારણે પાકિસ્તાનના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની મીડિયાએ જણાવ્યું કે ઈમરાન ખાને જેલમાં પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં ખાને દાવો કર્યો હતો કે પીટીઆઈ સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, ષડયંત્રના ભાગરૂપે, પાર્ટીના લગભગ 10,000 કાર્યકરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને તેમની પાર્ટીને ખતમ કરવાના પ્રયાસો પણ પૂરજોશમાં ચાલી રહ્યા હતા. પરંતુ અમારી પાસે પ્લાન A અને B પણ તૈયાર છે. જો આ બન્ને પણ નિષ્ફળ જાય છે તો અમારી પાસે પ્લાન c તૈયાર છે.

આ પણ વાચો: કર્તવ્ય પથ પર ભારતે બતાવી તાકાત, રશિયાએ કહ્યું આપણી મિત્રતા ‘અખંડ’