October 5, 2024

Budget Session: બજેટ સત્રની જાહેરાત, 23 જુલાઈએ નાણામંત્રી રજૂ કરશે કેન્દ્રીય બજેટ

Budget Session 2024: આગામી કેન્દ્રીય બજેટ સત્રની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ ટ્વિટર (X) પર પોસ્ટ કરીને બજેટ સત્રની તરીખોની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 22 જુલાઇના રોજથી બજેટ સત્રની શરૂઆત થશે. 23 જુલાઇના રોજ કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરશે. બજેટ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેન્દ્ર સરકારની ભલામણને મંજૂરી આપી દીધી છે.

નિર્મલા સીતારમણ સાતમી વખત રજૂ કરશે બજેટ
કિરેન રિજિજુએ એમ પણ જણાવ્યું કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ સત્ર દરમિયાન 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી વર્ષમાં ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. આશા છે કે આ વખતના બજેટમાં મોદી સરકારના વિકસિત ભારતના મિશન પર ભાર મૂકવામાં આવશે.