May 19, 2024

બાળકને દત્તક લેવા માટેના નિયમો બદલાયા, જાણો નવા નિયમ

અમદાવાદ: હવે બાળકના જન્મ પર માતા અને પિતા બંનેએ પોતાના ધર્મનું રજિસ્ટર કરાવવાનું રહેશે. માતા અને પિતા બંનેએ બાળકના જન્મ પ્રમાણપત્ર માટે પોત પોતાના ધર્મ જણાવવા ફરજીયાત છે. આ સાથે બાળકને દત્તક લેવા પર પણ બંનેએ પોતાના ધર્મનું રજિસ્ટેશન કરાવવાનું રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોડલ રૂલ અંતર્ગત બદલાવ કરવામાં આવ્યો છે. જન્મ અને મૃત્યુના રેકોર્ડ કરવા માટે રાષ્ટ્રીય સ્તર પર ડેટા બનાવવામાં આવશે. જે ડિજિટલી ઉપલબ્ધ રહેશે.

આ ડેટાનો ઉપયોગ આધાર કાર્ડ, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, રાશન કાર્ડ, ઈલેક્ટ્રોરલ રોલ્સ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને નેશનલ પોપુલેશન રજિસ્ટર જેવા જરૂરી દસ્તાવેજોને પણ મેઈનટેઈન કરવા માટે થશે. અત્યાર સુધી જે નિયમો છે. તેમાં માત્ર પરિવારના ધર્મને રેકોર્ડ કરવામાં આવતુ હતું. એક રિપોર્ટ અનુસાર, ગત વર્ષ 11 ઓગસ્ટના રજિસ્ટેશન ઓફ બર્થ એન્ડ ડેઠ એક્ટ, 2023 સંસદમાં રજૂ થયું હતું. બંને સદનમાં આ ઠરાવને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. નવા નિયમ અંતર્ગત જન્મ સર્ટિફિકેટના ફોર્મ નંબર – 1 બર્થ રિપોર્ટમાં એક વધુ કોલમ એડ કરી છે. જેમાં નવજાત બાળકોના માતા-પિતાના ધર્મ સંબંધિત ડેટાને નોંધવામાં આવશે.

આ પણ વાંચો: ઓળખકાર્ડ વિના પણ કરી શકશો મતદાન, જાણો કેવી રીતે

ગત વર્ષ 1 ઓક્ટોમ્બરથી નવા નિયમો લાગુ થઈ ચૂક્યો છે. હવે જન્મ અને મૃત્યુથી જોડાયેલા ડેટા સરકારી પોર્ટલ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે crsorgi.gov.in પર ડિજિટલી મળશે. સ્કૂલ કોલેજ કે પછી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન સહિત વિવિધ વસ્તુમાં જન્મતિથિના પ્રમાણ માટે માત્ર ડિજિટલ સર્ટિફિકેટ જ જરૂરી છે. બર્થ એન્ડ ડેથ એક્ટ, 2023 અંતર્ગત રજિસ્ટર જનરલ ઓફ ઈન્ડિયા અંતર્ગત જન્મ અને મૃત્યુના ડેટા રાષ્ટ્રીય સ્તર પર મેઈનટેઈન કરવાની જરૂર નથી. RGIને રાજ્ય સરકારો દ્વારા નિમણુક ચીફ રજિસ્ટ્રાર આ ગતિવિધિઓ પર સમન્વસ અને એકીકરણ માટે પગલા લેવા માટે અધિકાર આપવામાં આવ્યો છે.