May 19, 2024

IND vs ENG : ઓ બાપરે…66 બોલમાં 23 જ રન, શુભમન ગિલ થયો બરાબરનો ટ્રોલ

શુભમન ગિલ ફરી એકવાર નંબર-3 બેટિંગ પોઝિશન પર નિષ્ફળ સાબિત થયો છે. હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શુભમન ગિલ 66 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલને ઈંગ્લેન્ડના સ્પિનર ​​ટોમ હાર્ટલીએ પોતાનો શિકાર બનાવ્યો હતો અને તે બેન ડકેટના હાથે કેચ આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ સામેની હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ફ્લોપ રહ્યા બાદ શુભમન ગિલ અચાનક ફેન્સેના નિશાના પર આવી ગયો છે.

ફેન્સે શુભમન ગિલને લીધો આડેહાથ

શુબમન ગીલે ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 બેટ્સમેન તરીકે અત્યાર સુધી 8 ઇનિંગ્સ રમી છે. આ સમયગાળા દરમિયાન, શુભમન ગીલે 6, 10, 29*, 2, 26, 36, 10 અને 23 રન બનાવ્યા છે. નંબર-3 પર શુભમન ગિલની નિષ્ફળતા બાદ હવે ભારતીય ટીમ મેનેજમેન્ટ સામે ઘણા મોટા સવાલો ઉભા થયા છે. શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 બેટ્સમેન તરીકે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે. શુબમન ગિલને જૂન-જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં નંબર 3 પર બેટિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. શુભમન ગિલને ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

શુભમન ગિલ બરાબરનો ટ્રોલ થયો

ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ચાહકો શુભમન ગિલ પાસેથી મોટી ઈનિંગની આશા રાખતા હતા, પરંતુ તેણે બધાને નિરાશ કર્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સે શુભમન ગિલનો વિકલ્પ શોધવાની સલાહ આપી છે. ચેતેશ્વર પૂજારાની જગ્યાએ શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમમાં લાવવામાં આવ્યો હતો. જોકે, અત્યાર સુધી શુભમન ગિલ નંબર-3 બેટિંગ પોઝિશન પર પોતાને સાબિત કરી શક્યો નથી.

શુભમન ગિલની જગ્યાએ રજત પાટીદાર સારો વિકલ્પ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે ઇંગ્લેન્ડ સામેની આ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો રજત પાટીદારને ઈંગ્લેન્ડ સામેની બાકીની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો તે ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં શુભમન ગિલને બહાર રાખીને રજત પાટીદારને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી શકે છે.