પીએમ મોદીને મળવા ગયા ધર્મગુરુઓ, કહ્યું ‘વિશ્વને ખબર પડે કે ભારત એક છે’
![](/wp-content/uploads/2024/02/Dhrmaguru.jpg)
નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઈમામ ઉમેર અહમદ ઈલ્યાસીએ કહ્યું કે ‘પૈગામ એ મોહબ્બત હૈ, પૈગામ દેશ હૈ’. આજે અમે વડાપ્રધાનની મુલાકાત કરીશું. સૂદે કહ્યું, ‘આજે ભારતીય લઘુમતી સંગઠન વિવિધ ધાર્મિકગુરુઓ સાથે સંસદ ભવન પહોંચ્યા હતા કારણે કે દુનિયાને ખબર પડે કે ભારત એક છે. પીએમ નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળવા માટે વિવિધ ધર્મોના ધર્મગુરુ સોમવારે સંસદ ભવન પહોંચ્યા હતા. ધર્મગુરુ સંસદની કાર્યવાહીમાં સામેલ થશે.
#WATCH | Religious leaders representing various minority sections of the country meet Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar at the Parliament
They will later meet Prime Minister Narendra Modi and will also watch the proceedings of Parliament. pic.twitter.com/iVBsNc1tib
— ANI (@ANI) February 5, 2024
‘માનવતા એ સૌથી મોટો ધર્મ છે’
ઇમામ ઉમેર અહમદ ઇલ્યાસીએ કહ્યું કે અમે માનવતાનો સંદેશ આપવા માંગીએ છીએ અને જણાવવા માંગીએ છીએ કે આ સૌથી મોટો ધર્મ છે. અમે ભારતમાં રહીએ છીએ અને ભારતીય છીએ. આપણે દેશને મજબૂત બનાવવો જોઈએ. અમે એકજૂટ છીએ. મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટરના પ્રમુખ ભીખુ સંઘાસેનાએ કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે કે અમે નવા સંસદ ભવન સંકુલમાં આવ્યા છીએ અને પીએમ મોદી સાથે વાત કરીશું. દેશની સમૃદ્ધિ માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ.
ધર્મગુરુઓએ સંસદ સંકુલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સાથે મુલાકાત કરી હતી. આજે સંસદમાં પીએમ મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ-ધન્યવાદ પર રજૂ કરાયેલા પ્રસ્તાવનો જવાબ આપશે. પીએમ સાંજે 5 વાગ્યે સંબોધન કરશે. ભાજપે પોતાના સાંસદોને વ્હીપ જારી કરીને સોમવારે સંસદમાં હાજર રહેવા જણાવ્યું હતું.