May 19, 2024

ભીખાજી ઠાકોરની ચૂંટણી ન લડવાની જાહેરાત, 15 મિનિટમાં જ FB પોસ્ટ ડિલીટ

Sabarkantha Lok Sabha election candidate bhikhaji thakor refusal to contest elections

ભીખાજી ઠાકોર - ફાઇલ તસવીર

સાબરકાંઠાઃ લોકસભા ચૂંટણી નજીક છે. ત્યારે ભાજપના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરા લોકસભા ઉમેદવાર અને હાલના સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ત્યારે વધુ એક ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ, માત્ર 15 જ મિનિટમાં તેમના ફેસબુક પેજ પરથી પોસ્ટ હટાવી લેવામાં આવી હતી.

ભીખાજી ઠાકોરની ફેસબુક પોસ્ટ

સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત
તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યુ હતુ કે, ‘હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું.’

બીજી યાદીમાં નામ જાહેર કરવામાં આવ્યું હતું
લોકસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદીમાં સાબરકાંઠા-અરવલ્લી બેઠક પરથી ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. મૂળ મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોર હીરા ટીંબા ગામના વતની છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં 1998થી જવાબદારી નિભાવતા હતા અને હાલ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી છે. તેમજ સાબરકાંઠા બેન્કમાં વાઇસ ચેરમેન છે.

આ પણ વાંચોઃ વડોદરાના સાંસદ અને BJP ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાથી ઇનકાર

સાબરકાંઠા સાંસદ ભીખાજી ઠાકોરનો ટૂંકો પરિચય

  • નામ – ભીખાજી દુધાજી ઠાકોર ( ડામોર)
  • સરનામું – હીરા ટીંબા, બાંઠીવાડા, મેઘરજ, અરવલ્લી
  • અભ્યાસ – ધોરણ 10 પાસ

સંગઠન ક્ષેત્રે કામગીરી

  • 1998થી 2005 સાબરકાંઠા જિલ્લા કારોબારી સભ્ય
  • 2005થી 2008 મહામંત્રી બક્ષીપંચ મોરચો, સાબરકાંઠા જિલ્લો
  • 2008થી 2011 પ્રમુખ બક્ષીપંચ મોરચો, સાબરકાંઠા જિલ્લો
  • 2011થી 2012 ઉપપ્રમુખ સાબરકાંઠા જિલ્લો ભાજપ
  • 2013થી 2016 મહામંત્રી અરવલ્લી જિલ્લા ભાજપ
  • 2016થી 2019 પ્રમુખ બક્ષીપંચ મોરચો અરવલ્લી જિલ્લો
  • 2020થી 2024 મહામંત્રી અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યરત

રાજકીય ક્ષેત્ર કામગીરી

  • 2000થી 2005 – સદસ્ય, સાબરકાંઠા જિલ્લા પંચાયત તરીકે સેવા આપી
  • 2005થી 2010 – સદસ્ય, સાબરકાંઠા જિલ્લા પંચાયત તરીકે સેવા આપી, આ દરમિયાન આરોગ્ય સમિતિ ચેરમેન તથા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી છે.
  • 2015થી 2020 – સદસ્ય, અરવલ્લી જિલ્લા ભાજપ તરીકે સેવા આપી

સહકારી ક્ષેત્રે કામગીરી

  • 2004થી 2019 મેઘરજ માર્કેટયાર્ડના ડિરેક્ટર તરીકે કાર્યરત
  • 2016થી 2020 મેઘરજ તાલુકા સ,ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર તરીકે
  • 2021થી વાઇસ ચેરમેન મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં કાર્યરત
  • 2017થી 2023 વાઇસ ચેરમેન અરવલ્લી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં કાર્યરત
  • 2022થી ચેરમેન ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ મેઘરજમાં કાર્યરત
  • 2013થી વાઇસ ચેરમેન સાબરકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક લી કાર્યરત