September 8, 2024

પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ ગાંધીનગર પ્રશાસનના પાપે જોખમમાં મૂકાયો

મલ્હાર વોરા, ગાંધીનગર: પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ ગાંધીનગર પ્રશાસનના પાપે જોખમમાં મૂકાયો હોય તેવું સામે આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના કંથારપૂરમાં આવેલું વડ જાળવણીના અભાવે ખંડિત થયું છે. થોડા દિવસ પહેલા કંથારપૂર વડનો અંદાજિત 20 ટકા હિસ્સો તૂટી ગયો હતો. તમને જણાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદી ગુજરાતના CM હતા ત્યારે 3 વખત મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી તરીકે મોદી જાતે કંથારપૂરના વડની કાળજી લેતા હતા. પ્રવાસન વિભાગના સમાવેશ કરી રૂ. 10 કરોડની રકમ વિકાસ માટે ફાળવી હતી. આ વડ પ્રવાસન વિભાગમાં સામેલ થયા બાદ દર રવિવારે અંદાજે 5 હજાર લોકો કંથારપૂર વડની મુલાકાત લે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે વિદેશી નિષ્ણાંતોની મદદ લઈ આ વડનું રક્ષણ કરવા વ્યવસ્થા ગોઠવી હતી પરંતુ હવે ગાંધીનગર પ્રશાસન અને વન વિભાગ હવે અહીં ડોકાવા પણ જતું નથી. વડની આસપાસ ગંદકી અને દબાણ થતાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

જોકે કથારપુર વડ નુકસાની બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે. મામલતદાર, પ્રાંત સહિત વન વિભાગના અધિકારીઓ કથારપુર વડ ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓ સમગ્ર વડનું નિરીક્ષણ કર્યું હતું. સરકાર વડના વિકાસ માટે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. પરતું આ ગ્રાન્ટ નો ઉપયોગ કથારપુર વડની બાજુમાં મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવનાર BJP નેતાને ટ્રાફિક પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

અધિકારીઓ નું કહેવું છે કે નુકશાન થવા પાછળનું મુખ્ય કારણ વડની આજુબાજુમાંથી બે ગામ તરફથી માર્ગ પસાર થતા વડને નુકસાન થાય છે. પરતું હવે વડને નુકસાન ન થાય અને તેની સાચવણી થાય તે માટે વન વિભાગ સહિત સ્થાનિક તંત્ર પ્રયાસ કરશે. ખાસ કરીને પૂનમ અને તહેવારના દિવસે પર્યટકની ભારે ભીડ હોય છે. ભીડના કારણે કેટલાક મુલાકાતીઓ વડ નીચે ઝુલા ખાવા, વડની ડાળ કે થડ પર કોતરણી કરવી જેથી વડને નુકશાન થાય છે. પૂનમ અને તહેવારના દિવસ જ્યારે કથારપુર વડ ભીડ હશે તો સ્થાનિક પોલીસની મદદ લઇને વડની સાચવણી કરવામાં આવશે.