September 8, 2024

ટેલિકોમ કંપનીઓના રીચાર્જ મોંઘા થતા દેવદૂત બનીને આવી TATA, 199માં બધુ જ મફત

Tata Play Binge Plan: પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Viના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો થયા યુઝર્સ પરેશાન છે. આ દરમિયાન લોકોને રાહત આપતો એક પ્લાન ટાટા કંપનીએ શરૂ કર્યો છે. ટાટાએ 199 રૂપિયાના ટાટા પ્લે બિન્જ પ્લાન ટેલિકોમ ક્ષેત્રે એક્ટિવ કર્યો છે. એટલે ટેલિકોમ ક્ષેત્રમાં ફરી ટાટાની એન્ટ્રી થઈ ગઈ છે. જે યુઝર્સને એના બજેટમાં મોટું ને સારૂ પેકેજ આપીને કસ્ટમરને ખેંચી શકે છે. જેમાં વપરાશકર્તાઓને અમર્યાદિત લાભો મળવાના છે.

OTT રસીયાઓ માટે અફલાતુન સ્કિમ
ટાટાના આ પ્લાનમાં તમને એક સાથે અનેક OTT પ્લેટફોર્મ પર સબસ્ક્રિપ્શન મળશે. ટાટાએ તાજેતરમાં 199 રૂપિયાનો પ્લાન સામેલ કર્યો છે, જે સસ્તો હોવા ઉપરાંત ઘણા ફાયદા પણ ધરાવે છે. તમે તેને તરત જ ચકાસી શકો છો. ખાસ કરીને આ પ્લાન એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેઓ OTT સબ્સ્ક્રિપ્શન ખરીદવાનું વિચારી રહ્યા છે. 199 રૂપિયાના પ્લાનમાં એકવાર રિચાર્જ કર્યા પછી, તમે તેનો ઉપયોગ 4 ડિવાઈસ પર કરી શકો છો. આમાં તમને Amazon Prime Video, Apple TV+, Disney+Hotstar, Zee5 અને SonyLivનું સબ્સ્ક્રિપ્શન મળશે. 199 રૂપિયાના પ્લાન સિવાય, જો તમે કોઈ અન્ય સસ્તું પ્લાન લેવાનું વિચારી રહ્યા છો, તો 149 રૂપિયા અને 349 રૂપિયાના પ્લાન પણ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Instagramમાં આવી ગયું પાવરફુલ ફીચર, હવે રિલમાં મળશે આ વિકલ્પ

ફાયદારૂપ પ્લાન
149 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં તમને Amazon Prime Videoનો વિકલ્પ મળશે નહીં. તમે આ પ્લાનમાં 4 ડિવાઇસનો પણ ઉપયોગ કરી શકો છો. 349 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં તમે પ્રાઇમ લાઇટનું સબસ્ક્રિપ્શન મેળવી શકો છો. HD સ્ટ્રીમિંગ 2 ઉપકરણો પર ઉપલબ્ધ છે. આ સાથે તમે SonyLiv અને અન્ય OTT પ્લેટફોર્મનો આનંદ માણી શકો છો. જોકે, આ માટે ટાટાનું ક્નેક્શન હોવું અનિવાર્ય છે. સતત અને સખત રીતે થયેલા રીચાર્જના ભાવ વધારાને કારણે ઘણા એવા યુઝર્સ જીઓ કે વીઆઈમાંથી સ્વિચ થવાનું વિચારી રહ્યા છે. હાલ પોર્ટેબિલિટી માર્કેટમાં સારી એવી પૂછપરછ વધવાને કારણે ટાટા આવો પ્લાન મૂકી ફરી એક્ટિવ થવા અને યુઝર્સ વધારવા માટે સારી એવી સ્કિમ સાથે આગળ વધી શકે એમ છે.