September 8, 2024

‘જય શ્રીરામ’નો નારો લગાવતા જુનિયર પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો આક્ષેપ

સંજય વાઘેલા, જામનગર: શાળા કોઈપણ માધ્યમની કેમ ન હોય પરંતુ તે સંસ્કારો અને આધ્યાત્મનું સિંચન કરે છે. પરંતુ જામનગરથી એક એવી ઘટના સામે આવી છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સવારની પ્રાર્થના બાદ ‘જય શ્રીરામ’ અને ‘મહાદેવ હર’નો નારો લગાવતા જુનિયર પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી હતી. જેને લઈને જ્યારે વાલીઓ ફરિયાદ કરવા પહોંચ્યા બાળકોના એલસી લઈ લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. સમગ્ર મામલે હવે DEO કચેરીમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર પટેલ કોલોનીમાં આવેલી શ્રી એ કે દોશી ભવન્સ વિદ્યાલયમાં ગુજરાતી તથા ઇંગ્લીશ મીડિયમમાં અભ્યાસ કરાવવામાં આવે છે. જેમાં બે સમય પ્રાર્થના થતી હોય ત્યારે તે સમયે વિદ્યાર્થીઓ જય શ્રી રામ અને મહાદેવ હર બોલતા હોય છે. પરંતુ, આ શાળાના પ્રિન્સિપાલને કોઈ વાંધો નથી છતા જુનિયર પ્રિન્સિપાલ કલોરા બરેટો અને શિક્ષિકા રાખી રોકરીયાને તકલીફ થતા વિદ્યાર્થીઓને ધાકધમકી આપી જય શ્રી રામના નારા મંદિરો કે ઘરોમાં બોલાવાનું સ્પષ્ટ સંભળાવી દીધું અને એક વિદ્યાર્થીને માર પણ મારેલ જેથી વાલીઓએ જુનિયર પ્રિન્સિપાલ કલોરાને રજૂઆત કરાતા વિદ્યાર્થીને એલ.સી. પકડાવી દેવાની ધમકી આપી, કોઈને ન કહેવાની વાત કરી વાલીઓને રવાના કરી દીધેલ હતા.

આ બાબતે વિદ્યાર્થીના વાલીએ હિન્દુ સેનામાં રજૂઆત કરતા, હિન્દુ સેના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તમામ વિગત થી વાકેફ કરી અને શ્રી એ કે દોશી ભવન્સ વિદ્યાલયના જુનિયર પ્રિન્સિપાલ ક્લોરા બરોટા અને શિક્ષિકા રાખી રોકડીયા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવા લેખિતમાં અરજી કરેલ જે સમયે હિંદુ સેનાના વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, જામનગર શહેર મંત્રી મયુર ચંદન, પૂર્ણકાલીન કિશન નંદા, યુવા પાંખના પ્રમુખ હર્ષ ભાનુશાળી, રોહિત નારવાણી, ધીરેન નંદા, મીડિયા સેલના સચિન જોશી, રણજીતસિંહ રાઠોડ, મંથન અઘેરા, કુશાંત વાઘેલા, નિલેશ વડગામા, હેપી પ્રજાપતિ, ઓમ લવા સહિત અનેક સૈનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆત કરી હતી