September 8, 2024

ચોમાસા દરમિયાન CNG કારમાં પાણી ઘૂસી જાય તો ચોક્કસથી આ કામ કરવું

CNG Car Service: દેશના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જો તમે તમારી CNG કારની સારી સ્થિતિમાં રાખવા માંગતા હોવ તો વરસાદ પછી તેની સર્વિસ કરાવવી ખૂબ જ જરૂરી છે. વરસાદ બાદ તમારી કારને સર્વિસ સેન્ટર પર લઈ જાઓ અને કારની સંપૂર્ણ તપાસ કરાવો. આ સાથે ઘરે પણ તમારે ઘરની કાળજી રાખવી પડશે.

આ રાખો ધ્યાન
તમારી CNG કારની સર્વિસ કરાવતી વખતે, ખાતરી કરો કે અંડરબોડી પ્રોટેક્શન કરાવો. આવું કરવાથી ભેજ દુર થશે. જો આ મિશ્રણ એન્જિન અથવા એક્ઝોસ્ટ કમ્પોનન્ટમાં જાય તો આગ લાગવાનું જોખમ રહેલું છે.

આ પણ વાંચો: SUVના શોખીનો માટે નવી કાર તૈયાર, Hyundai Exter મન મોહી લેશે

સ્પાર્ક પ્લગ બદલો
સામાન્ય રીતે, વાહનોમાં સ્પાર્ક પ્લગ લગભગ 20,000 કિલોમીટર બદલાય છે. પણ તમારી કાર પાણીમાં વધારે પલડી ગઈ છે તો સર્વિસ સેન્ટરમાં સ્પાર્ક પ્લગ બદલાવી લો. જો સ્પાર્ક પ્લગ ઓકે નહીં હોય તો વાહન બ્રેકડાઉન શિકાર બની શકે છે. માત્ર સારી ગુણવત્તાવાળા સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરો.

મોટાભાગે શહેરમાં ચાલે
તમારી સીએનજી કારનું એર ફિલ્ટર પણ બદલાવી લો. જો તમારી સીએનજી કાર મોટાભાગે શહેરમાં ચાલે છે. તો તમારે ચોક્કસ એર ફિલ્ટરને સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 5,000થી 2500 કિલોમીટરે તેને બદલવું જરૂરી છે. આ સાથે તમારી કારના ટાયર ખરાબ થઈ ગયા હોય તો તેને તરત જ બદલી નાંખો. વરસાદ જતો રહે તે પછી તમારે તમારી કારનું બોનેટ ખોલવું અને એન્જિનની આસપાસની જગ્યા સાફ કરવી જોઈએ. વરસાદના કારણે બોનેટની આસપાસ કચરો જોવા મળે જેના કારણે ત્યાં પાણી જમા થવા લાગે છે.