September 8, 2024

હવામાન વિભાગની આગાહી – 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ હવામાન વિભાગે આજે રાજ્યના 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે અન્ય 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

સૌરાષ્ટ્રના બોટાદ,અમરેલી, ભાવનગર અને દક્ષિણના ભરુચ, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે રેડ એલર્ટ આપ્યું છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢમાં તથા દક્ષિણના તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.